Russia Ukraine War: યુક્રેનના ખારકિવમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે શું ઈમરજન્સી એડવાઇઝરી બહાર પાડી ?
Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. બીજી તરફ બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત બાદ પણ કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ યુદ્ધમાં ન તો રશિયા અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. હાલમાં રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા છે.
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે. એડવાઇઝરી મુજબ ભારતીય નાગરિકોએ શક્યે તેટલું વહેલું ખારકિવને છોડવું જોઈએ અને બને તેટલી વહેલી તકે પિસોચિન, બેઝલ્યુડોવકા અને બાબાયે તરફ આગળ વધવા જણાવાયું છે.. તેઓએ આજે 1800 કલાક (યુક્રેનિયન સમય) સુધીમાં આ વસાહતો પર પહોંચવું આવશ્યક છે.
Embassy of India in Ukraine issues an urgent advisory to Indian nationals in Kharkiv
— ANI (@ANI) March 2, 2022
Must leave Kharkiv immediately, proceed to Pisochyn, Bezlyudovka & Babaye as soon as possible. They must reach these settlements by 1800 hrs (Ukrainian time) today, it reads pic.twitter.com/ko4JGcPfmY
રશિયાએ આપી પરમાણુ યુદ્ધની ધમકી
રશિયાએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ વિનાશક હશે. તેમણે કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ પરમાણુ હુમલો હશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ક્રિમિયા રશિયાનો ભાગ છે. ક્રિમીઆ વિશે કોઈ શંકા ન કરો.
વધુ એક ભારતીયનું મોત
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. તે પંજાબનો રહેવાસી હતો. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો