Russia Ukraine War Live Updates: યુક્રેનમાં હુમલા વચ્ચે 15 લાખ નાગરિકોની હિજરત, રહેણાંક વિસ્તારોમાં રશિયન સેનાનો બોંબમારો
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. 11 દિવસથી થઈ રહેલા હુમલાના કારણે યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે.
LIVE
Background
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. 11 દિવસથી થઈ રહેલા હુમલાના કારણે યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે. લોકો દેશ છોડીને અન્ય દેશોમાં આશ્રય લેવા મજબૂર થચા છે, તેમ છતાં યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. હજુ પણ યુક્રેનના અનેક શહેરો રશિયન સેનાના નિયંત્રણની બહાર થયા છે. યુદ્ધને લઈ અમેરિકા અને નાટોના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી યુક્રેનના તમામ શહેરો આત્મસમર્પણ નહીં કરી દે ત્યાં સુધી રશિયા આ દેશ પર મિસાઈલ છોડતું રહેશે.
યુક્રેનથી વિદ્યાર્થી પરત ફરતાં વાલીઓ ભાવુક થયા
દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને જોતા જ તેમના માતા-પિતા ભાવુક થયા હતા અને ભેટી પડ્યા હતા.
Indian students elated and relieved after returning from Ukraine and meeting their families at Delhi airport#RussiaUkrianeCrisis pic.twitter.com/kf85OpybYs
— ANI (@ANI) March 6, 2022
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ડોનબાસના નાગરિકોને રશિયન સેનાનો પ્રતિકાર કરવાની અપીલ કરી છે. આ એ જ વિસ્તાર છે જેમાં રશિયાએ યુક્રેનના અત્યાચારનો ઉલ્લેખ કરીને યુક્રેન પર હુમલો કર્યો છે.
રશિયન સૈનિકો રહેણાંક વિસ્તારો પર બોમ્બ ફેંકી રહ્યા છે
ચેર્નિહાઇવ પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રના અધ્યક્ષ વ્યાચેસ્લાવ ચૌસે જણાવ્યું કે રશિયન સૈનિકો કિલ્લેબંધી અને લશ્કરી-ઔદ્યોગિક સુવિધાઓ માટે ચેર્નિહાઇવના રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરી રહ્યા છે.
ખારકિવમાં એર સ્ટ્રાઈક
રશિયન સેનાએ ફરી એકવાર ખારકિવને નિશાન બનાવ્યું છે. રશિયન સેનાએ ત્યાં હવાઈ હુમલો કર્યો છે. જણાવી દઈએ કે આના કારણે ઘણી ઈમારતોમાં આગ લાગી છે.
3 હજાર અમેરિકન નાગરિકો યુક્રેન માટે હથિયાર ઉપાડશે
અમેરિકન મીડિયા વોઈસ ઓફ અમેરિકાના જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં થયેલા હુમલાને જોતા હવે અમેરિકન નાગરિકો પણ હથિયાર ઉપાડશે. 3,000 અમેરિકન સ્વયંસેવકોએ આંતરરાષ્ટ્રીય બટાલિયનમાં જોડાવાની વાત કરી છે. વોશિંગ્ટનમાં યુક્રેનિયન એમ્બેસીના પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેન દ્વારા માંગવામાં આવેલી મદદના જવાબમાં આ સ્વયંસેવકોએ કહ્યું છે કે તેઓ હવે યુક્રેનના યુદ્ધમાં તેમનું સમર્થન કરશે.