શોધખોળ કરો

Russia-Ukraine War Live Update : Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું.

Key Events
Russia-Ukraine War Live Update : Isolated Russia Defends Ukraine War At UN General Assembly Russia-Ukraine War Live Update : Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Background

Russia Ukraine War: યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે  પુષ્ટી કરીએ છીએ કે આજે સવારે ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

તેમણે કહ્યું કે ભારતીય હજુ પણ ખારકિવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોમાં છે. મૃતક ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીન એસજી તરીકે થઇ છે. વિદ્યાર્થી એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

અગાઉ, ખારકીવ પ્રાદેશિક વહીવટના વડા ઓલેહ સિનેહુબોવે જણાવ્યું હતું કે રશિયાએ મંગળવારે ખારકિવના મધ્યમાં રહેણાંક ઇમારતો સાથેની વહીવટી ઇમારત પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં કેટલા લોકોના મોત થયા હતા તેની તેઓએ કોઇ જાણકારી આપી નહોતી. અગાઉ તેમણે કહ્યું હતું કે સોમવારે ખારકિવમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે યુક્રેનિયન સૈન્ય રશિયાની આર્મીને શહેરમાં આગળ વધતી  રોકવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેનિયન સોશિયલ નેટવર્ક્સ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં જોઇ શકાય છે કે  ખારકિવ એક બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં તેની નજીક પાર્ક કરેલી ઘણી કારને નુકસાન થયું હતું. આ વિસ્ફોટથી બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા.

 રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વધી રહેલા સંકટ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ કટોકટી સત્ર દરમિયાન બંને દેશોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું. એક તરફ કિવએ સંયુક્ત રાષ્ટ્રને મોસ્કો સામે ચાલી રહેલા આક્રમણને રોકવા માટે આહવાન કર્યું, જ્યારે બીજી તરફ, રશિયાએ ભારપૂર્વક કહ્યું કે તેણે દુશ્મનાવટની શરૂઆત કરી નથી અને તે યુદ્ધનો અંત લાવવા માંગે છે.

યુએનજીએના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે 193 સભ્યોની સંસ્થાના યુક્રેન પર કટોકટી વિશેષ સત્રની અધ્યક્ષતા કરી હતી. યુક્રેનના રાજદૂત સર્ગેઇ કિસ્લિટસિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર દરમિયાન રશિયનમાં તેમનું નિવેદન વાંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષા માટે જોખમને ધ્યાનમાં રાખીને જનરલ એસેમ્બલીએ આ કટોકટી સત્ર બોલાવવું પડ્યું હતું.

સર્ગેઈએ કહ્યું કે જનરલ એસેમ્બલીએ સ્પષ્ટપણે રશિયાની આક્રમકતા રોકવાની માંગ પર પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ કોઈપણ શરત વિના યુક્રેનના પ્રદેશોમાંથી તરત જ પોતાની સેના હટાવી લેવી જોઈએ. "જો યુક્રેન ટકશે નહી તો સંયુક્ત રાષ્ટ્ર પણ ટકશે નહી. સર્ગેઈએ કહ્યું. આપણે યુક્રેનને બચાવી શકીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર અને લોકશાહીને બચાવી શકીએ છીએ."

12:52 PM (IST)  •  01 Mar 2022

ભારતીયોને તાત્કાલિક કીવ છોડવાની સલાહ

યુક્રેનની રાજધાની કીવમાં સ્થિતિ બગડી રહી છે. ત્યાં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ કીવ આજે જ છોડી દે. આ દરમિયાન આજે ભારતીય દૂતાવાસે યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક શહેર છોડવાની સલાહ આપી છે.

12:22 PM (IST)  •  01 Mar 2022

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા એરફોર્સની મદદ લેવાશેઃ સૂત્ર

ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત વતન લાવવા માટે ભારતીય એરફોર્સની મદદ લેવામાં આવી શકે છે. આ મિશનમાં એરફોર્સ જોડાતા સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયામાં ઝડપ આપશે. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં "દેશ ગરીમા" હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર
ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન
ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન
24 કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
24 કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય, અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ
US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં
ઈરાને ભારતીય તેલ ટેન્કરો પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, છતાં "દેશ ગરીમા" હોર્મુઝમાંથી સુરક્ષિત થયું પસાર
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
Embed widget