Russia Ukraine War: યુક્રેનના કિવમાં ત્રણ શક્તિશાળી વિસ્ફોટ, આકાશમાં છવાયા ધૂમાડાના ગોટા
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે છેલ્લા 20 દિવસમાં યુક્રેનને તબાહ કરી નાખ્યું છે. મોટા ભાગના મોટા શહેરો નાશ પામ્યા છે,
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે છેલ્લા 20 દિવસમાં યુક્રેનને તબાહ કરી નાખ્યું છે. મોટા ભાગના મોટા શહેરો નાશ પામ્યા છે, લોકો તેમના પરિવાર સાથે દેશ છોડી રહ્યા છે. રશિયા કે યુક્રેન બંને પીછેહઠ કરવા તૈયાર નથી. અનેક વખત મંત્રણા થયા બાદ પણ કોઈ ઉકેલ મળી રહ્યો નથી. સોમવારે બંને દેશો વચ્ચે ચાલી રહેલી ચોથા રાઉન્ડની વાતચીત અચાનક બંધ થઈ ગઈ હતી. આજે પણ ચોથા રાઉન્ડની વાતચીત ચાલુ રહેશે. વાટાઘાટો વચ્ચે પણ તબાહી ચાલુ છે. આ દરમિયાન યુક્રેનના કિવમાં ત્રણ શક્તિશાળી ધડાકા થયા છે.
ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, કિવમાં ત્રણ શક્તિશાળી ધડાકા થયા છે. એએફપીના પત્રકાર ત્યાં ઉપસ્થિત હતા તે પણ કારણ તરત જ જાણી શક્યા નહોતા. એએફપીના પત્રકારે પણ દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં જોયા હતા, પરંતુ રાત્રિના કર્ફ્યુને કારણે તેઓ ત્યાં પહોંચી શક્યા ન હતા.
#UPDATE At least three powerful explosions have been heard in Kyiv, @AFP journalists in the city report, although the cause is not immediately known.
— AFP News Agency (@AFP) March 15, 2022
An AFP journalist also saw a column of smoke rising in the distance, but has been unable to get there due to a night curfew pic.twitter.com/ta5HqlmVJB
28 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું
યુક્રેનમાં યુદ્ધે તબાહી મચાવી છે. લાખો લોકોને દેશ છોડવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ રશિયન આક્રમણ શરૂ થયા બાદ યુક્રેનથી ભાગી રહેલા શરણાર્થીઓની સંખ્યા વધીને 2.8 મિલિયનથી વધુ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી, UNHCR એ જણાવ્યું હતું કે રવિવારથી અત્યાર સુધીમાં 2,808,792 શરણાર્થીઓએ દેશ છોડી દીધો છે, અને 110,512, જે તેને બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી વધુ શરણાર્થી હિજરત બનાવે છે.