(Source: ECI/ABP News/ABP Majha)
Russia-Ukraine War: નાટો દેશોમાં સામેલ પોલેન્ડ યુક્રેનને આપશે ફાઇટર જેટ MiG 29
યુક્રેન અને રશિયાના સાથી દેશો ખુલ્લેઆમ મદદનો હાથ લંબાવી રહ્યા છે
MiG29 To Ukraine: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી વિનાશક યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી આ બંને દેશોના હજારો સૈનિકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. યુક્રેન અને રશિયાના સાથી દેશો ખુલ્લેઆમ મદદનો હાથ લંબાવી રહ્યા છે.
Polish President Andrzej Duda on Thursday said the EU member would deliver an initial batch of four Soviet-designed MiG-29 fighter jets (pictured) to Ukraine 'in the coming days' ➡️ https://t.co/Q0Ncehq6UJ pic.twitter.com/Eh1wa3ArRc
— AFP News Agency (@AFP) March 16, 2023
દરમિયાન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંન્દ્રે ડુડાએ ગુરુવારે (16 માર્ચ) જાહેરાત કરી છે કે તેઓ યુક્રેનને મદદ કરવા માટે ચાર મિગ 29 ફાઇટર જેટ આપશે. આગામી દિવસોમાં યુક્રેનને આ ફાઇટર જેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલેન્ડ પહેલો નાટો સભ્ય દેશ છે, જેણે યુક્રેનને ફાઈટર એરક્રાફ્ટ આપવાની જાહેરાત કરી છે.
પોલેન્ડ પાસે એક ડઝન મિગ-29 ફાઈટર જેટ
પોલેન્ડના રાષ્ટ્રપતિનું કહેવું છે કે આગામી દિવસોમાં પોલેન્ડ યુક્રેનને 4 મિગ-29 ફાઈટર જેટ આપશે. આ પગલું યુક્રેનને યુદ્ધમાં મજબૂત બનાવવામાં મદદ કરશે. પોલેન્ડમાં હાલમાં લગભગ એક ડઝન સોવિયેત-નિર્મિત મિગ-29 છે, જેને સૌપ્રથમ 1990 ના દાયકાની શરૂઆતમાં પૂર્વ જર્મન સ્ટોકમાંથી લેવામાં આવ્યા હતા.
પોલેન્ડના રાષ્ટ્રપતિએ ગુરુવારે વારર્સોમાં ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પેટ્ર પાવેલ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન, એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે આગામી થોડા દિવસોમાં યુક્રેનને 4 મિગ-29 ફાઇટર જેટ સોંપીશું. ફાઈટર જેટના સંબંધમાં જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ બાકીના ફાઈટર જેટ પણ સપ્લાય કરવામાં આવશે. હવે તેમને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પોલેન્ડે જર્મનીમાં બનેલી 14 પેન્થર 2 ટેન્ક યુક્રેન મોકલી છે.
જો કે, પોલેન્ડના રાષ્ટ્રપતિએ અન્ય દેશો પણ આવું પગલું ભરી શકે છે કે કેમ તે અંગે માહિતી આપી નથી. પોલેન્ડ ઉપરાંત સ્લોવાકિયા પણ મિગ ફાઈટર જેટ યુક્રેન મોકલશે. પોલેન્ડના નિર્ણય બાદ અમેરિકાએ કહ્યું કે પોલેન્ડના નિર્ણયથી યુક્રેનને તેના ફાઈટર જેટ મોકલવા વિરુદ્ધના અમેરિકાના નિર્ણયમાં કોઈ ફેરફાર થયો નથી.
Britain Tik Tok Ban: બ્રિટનના સરકારી કર્મચારી અને મંત્રી નહી કરી શકે ટિક ટૉકનો ઉપયોગ, જાણો કારણ?
Britain Tik Tok Ban: બ્રિટિશ સરકારે ગુરુવારે (16 માર્ચ) સુરક્ષાના આધારે સરકારી ફોનમાં ચાઇનીઝ એપ્લિકેશન ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. અગાઉ અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ આવું જ કરી ચૂક્યા છે.
ન્યૂઝ એજન્સી એપી અનુસાર, કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને સંસદમાં કહ્યું હતું કે ટિક ટોક પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ પછી સરકારી કર્મચારીઓ અને મંત્રીઓ ટિક ટોકનો ઉપયોગ કરી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે આ પગલું સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. જો કે, પહેલાની જેમ ટિક ટોકનો ઉપયોગ વ્યક્તિગત ફોનમાં કરી શકાય છે.
યુકે સરકારે શું કહ્યું?
ડાઉડેને સાંસદોને કહ્યું હતું કે સંવેદનશીલ સરકારી માહિતીની સુરક્ષા પ્રાથમિકતા છે, તેથી અમે એપ ટિક ટોક પર પ્રતિબંધ મૂકી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે આ પગલું સાયબર સુરક્ષા નિષ્ણાતોની સલાહ પર લેવામાં આવ્યું છે