Russia-Ukraine War: આ દિવસે શરત વિના યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર પુતિન, ઝેલેન્સ્કી પર લગાવ્યો મોટો આરોપ
Russia-Ukraine War: પુતિને રવિવારે કહ્યું કે તેઓ 15 મેના રોજ તુર્કીના ઇસ્તંબુલમાં કોઈપણ શરત વિના યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ અંગે અટકળો તેજ બની છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બિનશરતી સીધી વાતચીતની શક્યતા ફરી એકવાર ઉભી થઇ છે. આ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે કહ્યું કે તેઓ 15 મેના રોજ તુર્કીના ઇસ્તંબુલમાં કોઈપણ શરત વિના યુક્રેન સાથે વાતચીત કરવા તૈયાર છે. જોકે, તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે 2022માં વાટાઘાટો રશિયાએ નહીં પણ યુક્રેનએ અટકાવી હતી.
#UPDATE Ukraine and four European leaders pressed Russia to accept a 30-day unconditional ceasefire from Monday, threatening Moscow with sanctions.
— AFP News Agency (@AFP) May 10, 2025
A 3-day ceasefire ordered by Russia's Vladimir Putin, dismissed by Kyiv as theatrics, has ended.https://t.co/9x1EQ0KcbV pic.twitter.com/cGiD3ytUF2
રશિયાએ વારંવાર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મુક્યો
વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામ પર રશિયાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે રશિયાએ વારંવાર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ યુક્રેન અને પશ્ચિમી દેશોએ તેને અવગણ્યું હતું. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે એક સમયે બંને દેશોએ એક સંયુક્ત ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો હતો, જેને પશ્ચિમી દબાણ હેઠળ કિવ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. દરમિયાન, રશિયા દ્વારા જાહેર કરાયેલ 72 કલાકનો એકપક્ષીય યુદ્ધવિરામ રવિવારે સમાપ્ત થઈ ગયો, ત્યારબાદ પુતિને યુક્રેન પર આરોપ લગાવ્યો કે આ સમયગાળા દરમિયાન રશિયા સાથેની કિવની સરહદ પર પાંચ વખત હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
#BREAKING Putin proposes direct Russia-Ukraine talks in Istanbul on May 15 pic.twitter.com/jb440KOOb5
— AFP News Agency (@AFP) May 10, 2025
આ મામલે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોમવારથી 30 દિવસનો બિનશરતી યુદ્ધવિરામ લાગુ કરવાની અપીલ કરી છે જેથી શાંતિ માટે વાટાઘાટોનો માર્ગ ખુલી શકે. તેમણે કહ્યું કે જો રશિયા પાલન નહીં કરે તો ઊર્જા અને નાણાકીય ક્ષેત્રોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઝેલેન્સકીએ આ પ્રસ્તાવ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, જર્મન ચાન્સેલર મેર્ઝ, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કર્યા બાદ મૂક્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જોકે વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટી મળી નથી. હવે બધાની નજર 15 મે પર ટકેલી છે કે શું આ બેઠક શાંતિ તરફ એક નક્કર પગલું સાબિત થશે કે બીજી તક ગુમાવશે.





















