Russia-Ukraine War: યુક્રેન પર રશિયાનો સૌથી મોટો હુમલો, 200 મિસાઇલ-ડ્રોનથી અનેક શહેરોને બનાવ્યા નિશાન
Russia-Ukraine War: રશિયાના આ હુમલા બાદ કિવ સહિત અનેક શહેરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.
Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર જોરદાર હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયાએ લગભગ 100 મિસાઈલ અને 100 ડ્રોન વડે કિવ સહિત અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયાએ આ હુમલા માટે સેંકડો ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આ ડ્રોનને ઈરાન દ્વારા બનાવવામાં આવેલું ખૂબ જ ખતરનાક ડ્રોન છે. આ એક પ્રકારનું આત્મઘાતી ડ્રોન છે જેની રેન્જ લગભગ 2500 કિલોમીટર છે. રશિયાના આ હુમલા બાદ કિવ સહિત અનેક શહેરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. રશિયન સૈન્ય સૂત્રોએ જણાવ્યું છે કે યુક્રેનનું મુખ્ય ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હુમલાનું મુખ્ય લક્ષ્ય હતું.
#UPDATE President Volodymyr Zelensky on Monday urged European nations to help down drones and missiles over Ukraine in the wake of deadly Russian aerial bombardments across his country ➡️ https://t.co/hCPSXJhgxN pic.twitter.com/2G7aWRSwwC
— AFP News Agency (@AFP) August 26, 2024
યુક્રેનના વડાપ્રધાન ડેનિસ સિમ્હલે માહિતી આપી છે કે રશિયાએ યુક્રેનના 15 વિસ્તારોમાં ડ્રોન અને ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો છે. એટલું જ નહીં યુક્રેનના પીએમએ કહ્યું છે કે રશિયાએ કિંજલ હાઇપરસોનિક મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે રશિયન ડ્રોન હજુ પણ યુક્રેનના આકાશમાં મંડરાતા રહે છે. મળતી માહિતી મુજબ ડ્રોનનું એક ગ્રુપ રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન કિવ સૈન્ય પ્રશાસને કહ્યું છે કે યુક્રેનના ડિફેન્સ સિસ્ટમે અત્યાર સુધીમાં 15 મિસાઇલો અને 15 ડ્રોનને તોડી પાડ્યા છે.
ઝેલેન્સ્કીએ પુતિનને બીમાર ગણાવ્યા
આ હુમલાઓ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જાહેર કર્યું છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે પુતિન એક બીમાર વ્યક્તિ છે. તેમણે રશિયાના હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવતા કહ્યું હતું કે કિવ, ઓડેસા સહિત અનેક શહેરો પર 100થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલો કરી ચૂક્યા છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે આ હુમલા માટે રશિયાએ 'શહીદ ડ્રોન'નો ઉપયોગ કર્યો છે. ઝેલેન્સકીએ કહ્યું કે દુર્ભાગ્યવશ રશિયન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને તેમણે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઝેલેન્સકીએ કહ્યું છે કે પુતિન ફક્ત તે જ કરી શકે છે જેને વિશ્વ મંજૂરી આપે છે. તેમણે કહ્યું કે કઠોર નિર્ણયો ન લેવાથી આતંકવાદને પોષણ મળે છે. તેમણે કહ્યું કે વિશ્વભરના તમામ નેતાઓ અને અમારા તમામ સહયોગીઓ જાણે છે કે આ યુદ્ધને ન્યાયપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે કયો નિર્ણય જરૂરી છે.
આ પહેલા આજે યુક્રેને રશિયાના સારાતોવમાં 38 માળની ઈમારત પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલાને અમેરિકાના 9/11 જેવો હુમલો ગણવામાં આવી રહ્યો છે. યુક્રેનની સેનાએ રશિયાના સારાતોવમાં સૌથી ઉંચી રહેણાંક ઇમારતને નિશાન બનાવી છે. આ ડ્રોન હુમલામાં અડધી ઇમારતને નુકસાન થયું છે, અને એક મહિલા ખરાબ રીતે ઘાયલ થયાના સમાચાર છે.