Russia Ukraine War: રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 143 બાળકોના મોત, 200થી વધુ ઘાયલ
Russia Ukraine War યુક્રેનના લોકપાલના જણાવ્યા અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 143 બાળકો માર્યા ગયા છે. તેમના મતે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે સતત 33મા દિવસે યુદ્ધ ચાલુ છે. અનેક દેશોની મધ્યસ્થી છતાં એક પણ દેશ ઝૂકવા તૈયાર નથી. યુક્રેનના ઘણા શહેરો રશિયન બોમ્બ ધડાકા અને મિસાઈલ હુમલાથી તબાહ થઈ ગયા છે. સેંકડો નાગરિકો પણ યુદ્ધનો શિકાર બન્યા છે, જેમાં માસૂમ બાળકો પણ સામેલ છે. યુક્રેનના લોકપાલના જણાવ્યા અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 143 બાળકો માર્યા ગયા છે અને 216 ઘાયલ થયા છે. તેમના મતે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે કારણ કે તીવ્ર લડાઈને કારણે યુક્રેનના અધિકારીઓ ઘણા શહેરોમાં પહોંચી શક્યા નથી.
પુતિન યુક્રેનને બે દેશોમાં વિભાજીત કરવા માંગે છે: ઝેલેન્સકી
યુક્રેનના એક ટોચના અધિકારીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ટાંકીને કહ્યું કે રશિયા ઉત્તર અને દક્ષિણ કોરિયાની જેમ કોરિયન પરિદ્રશ્ય હેઠળ દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઝેલેન્સકીએ પુતિન સામે બે શરતો મૂકી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક રશિયન પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે યુક્રેન રશિયા સાથે શાંતિ કરારના ભાગરૂપે તટસ્થ સ્થિતિ અપનાવવા ચર્ચા કરવા તૈયાર છે પરંતુ બે શરતો સાથે. તેમણે કહ્યું કે આ અંગે ત્રીજા પક્ષે ગેરંટી આપવી પડશે અને જનમત સંગ્રહ પણ કરાવવો પડશે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું અમે જાણીએ છીએ કે રશિયાને આપણા દેશના પ્રદેશમાંથી સંપૂર્ણપણે બહાર કાઢવું અશક્ય હશે. જો રશિયા બહાર નહીં જાય, તો તે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દોરી જશે.
આ પણ વાંચોઃ
Coronavirus Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત