યુદ્ધને લઇને રશિયા પર લગાવેલા પ્રતિબંધોથી ભડક્યુ ચીન, અમેરિકાને તતડાવીને શું કહી દીધુ, જાણો વિગતે
રશિયા પર પ્રતિબંધો સમસ્યાઓનો હલ નથી. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે, અને હવે ગુરુવારથી પુતિને હુમલો કરી દીધો છે.
Russia Ukraine War: યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ હવે ચરમ પર પહોંચી ગયુ છે, બન્ને દેશોમાંથી એકપણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી. ત્યારે યૂરોપિયન યૂનિયન અને અમેરિકા સહિતાના દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા છે. આ પ્રતિબંધોનુ તમામ દેશોએ સ્વાગત કર્યુ છે, પરંતુ ચીને આ પ્રતિબંધોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. હવે ચીને પહેલીવાર યૂક્રેન અને રશિયા યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
રશિયા પર પ્રતિબંધ મામલે ચીને શું કહ્યું-
યુએનએસસીમાં અમેરિકા અને સભ્ય દેશોના રશિયા વિરુદ્ધના નિંદા પ્રસ્તાવથી ચીન દુર રહ્યું હતુ અને હવે રશિયા પરના પ્રતિબંધોની નિંદા કરતા ચીને અમેરિકાને ખોટુ ગણાવ્યુ છે. ચીનનુ કહેવુ છે કે યૂક્રેન અને રશિયા યુદ્ધ એ બન્નેનો અંદરોઅંદરનો મામલો છે, આમાં રશિયા પર પ્રતિબંધો લગાવવા ઠીક નથી. રશિયા પર પ્રતિબંધો સમસ્યાઓનો હલ નથી. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે, અને હવે ગુરુવારથી પુતિને હુમલો કરી દીધો છે.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર