શોધખોળ કરો
Advertisement
જમાલ ખશોગી મર્ડર કેસઃ સાઉદી કોર્ટે પાંચને ફાંસીની સજા સંભળાવી
આ હત્યા બાદ દુનિયાભરમાં સાઉદી વિરુદ્ધ પ્રદર્શન થયા હતા.
નવી દિલ્હીઃ અમેરિકામાં રહેતા સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલામાં સાઉદી અરેબિયાની કોર્ટે પાંચ દોષિતોની ફાંસીની સજા સંભળાવી છે. પત્રકાર ખશોગી મર્ડર કેસમાં પાંચને મોત સજા સંભળાવી છે. સાથે ત્રણ લોકોને 24 વર્ષની કેદની સજા સંભળાવી છે. ક્રાઉન પ્રિન્સના ટીકાકાર રહેલા ખશોગીની હત્યા તુર્કીમાં સાઉદી દૂતાવાસમાં કરાઇ હતી. આ હત્યા બાદ દુનિયાભરમાં સાઉદી વિરુદ્ધ પ્રદર્શન થયા હતા.
સાઉદીની એક કોર્ટમાં આ હત્યા કેસની સુનાવણી ચાલી હતી. કોર્ટે પોતાના ચુદાકામાં ખશોગી હત્યાકાંડમાં પાંચને ફાંસી આપી હતી. તે સિવાય અન્ય ત્રણને 24 વર્ષની જેલની સજા આપી હતી. નોંધનીય છે કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં તુર્કીના એક ન્યૂઝપેપરમાં કથિત રીતે ખશોગીના અંતિમ શબ્દોની રેકોડિંગ જાહેર કરી હતી. ખશોગી વોશિંગ્ટન પોસ્ટમાં લખતા હતા. તેમને છેલ્લે બે ઓક્ટોબર 2018ના રોજ ઇસ્તંબુલમા સાઉદી દૂતાવાસમાં પ્રવેશતા જોવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement