શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના PMએ કહ્યુ- છ મહિના હશે લોકડાઉન, લોકો તૈયાર રહે
ઓસ્ટ્રેલિયામાં તમામ પબ્સ, ક્લબ અને જિમ સિવાય ચર્ચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન થઇ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ છ મહિના સુધી રહી શકે છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 3166 લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક ડઝનના મોત થયા છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસને રોકવા માટે સોમવારથી લોકડાઉન શરૂ થયું છે.
ઓસ્ટ્રેલિયામાં તમામ પબ્સ, ક્લબ અને જિમ સિવાય ચર્ચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકાર ઇચ્છે છે કે તેમના દેશના લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ પર વધુ ધ્યાન આપે. ઓસ્ટ્રેલિયન સરકારે અનેકવાર લોકોને સાર્વજનિક સ્થળો પર ન જવાની અપીલ કરી હતી. તેમ છતાં લોકો માની રહ્યા નહોતા અને બીચ, રેસ્ટોરન્ટ, બાર અને પબમાં જઇ રહ્યા હતા. ત્યારે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સંસદમાં કહ્યું હતુ કે, કામ બાદ હવે કોઇ પબ નહી જાય. દેશ સામે હાલમાં ખૂબ મોટો પડકાર છે. દેશવાસીઓને ચેતવણી આપી હતી કે તેઓ આગામી છ મહિના સુધી લોકડાઉન માટે તૈયાર રહો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement