શોધખોળ કરો
કોરોનાથી કંટાળ્યુ પાકિસ્તાન, શોએબ અખ્તરે ભારત પાસે 10,000 વેન્ટિલેટર્સની મદદ માગી
અખ્તરે ભારત અને પાકિસ્તાને સરકારને વિનંતી કરી છે કે હાલનો સમય બન્ને દેશોએ સાથે મળીને કામ કરવાનો છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચરમ પર પહોંચ્યો છે. પાકિસ્તાન કોરોના સામે લડવા માટે પુરતી મેડિકલ વ્યવસ્થા ના હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. આ મામલે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ભારત પાસે મદદ માંગી છે, અને કહ્યું કે અમે તમારુ અહેસાન ક્યારેય નહીં ભુલીએ.
અખ્તરે ભારત અને પાકિસ્તાને સરકારને વિનંતી કરી છે કે હાલનો સમય બન્ને દેશોએ સાથે મળીને કામ કરવાનો છે. અખ્તરે કહ્યું જો ભારત અમારા માટે 10,000 વેન્ટિલેટર્સ બનાવી આપે છે, તો આ નાની મદદ અમે જિંદગીભર યાદ રાખીશું, ક્યારેય નહીં ભુલીએ.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં પણ હાલ કોરોનાએ તબાહી મચાવી રાખી છે, પાકિસ્તાને અગાઉ આ મામલે ચીન પાસે મદદ માંગી હતી, પણ કોઇ જવાબ મળ્યો નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય કટોકટી ચાલી રહી છે. બન્ને દેશો બોર્ડર પર હંમેશા આમને સામને રહે ત્યારે અખ્તરની આ મદદની માંગ કેટલી કેટલી પુરી થાય છે તે જોવાનુ રહ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement