(Source: ECI/ABP News/ABP Majha)
Parliament : આ દેશના નેતાઓ ભાન ભુલ્યા, ભરી સંસદમાં થઈ ગડદાપાટુ વાળી, જુઓ Video
સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં આવેલી સંસદમાં સાંસદો સરકારની નવી પ્રમાણસર પ્રતિનિધિત્વ ચૂંટણી પ્રણાલીને લઈને ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
Sierra Leone MPs Scuffle Video: કોઈ પણ દેશની સંસદ સર્વોચ્ચ બંધારણીય સંસ્થા કહેવાય છે. તેની ગરીમા અને માન-સમ્માન જળવાવું જોઈએ પરંતુ પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોન હાલ દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.તેનું કારણ છે અહીંની સંસદમાં ઘટેલી શરજનક ઘટ્ના. સિએરા લિયોનની સંસદમાં સરકારમાં રહેલા સાંસદો અને વિરોધ પક્ષના સાંસદો વચ્ચે એક વિવાદ ઉભો થતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં આવેલી સંસદમાં સાંસદો સરકારની નવી પ્રમાણસર પ્રતિનિધિત્વ ચૂંટણી પ્રણાલીને લઈને ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ગરમા ગરમી એટલી વધી ગઈ હતી કે, સાંસદોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ દુનિયાભરમાં આ દેશની ચર્ચા થઈ ગઈ હતી.
વીડિયોમાં શું શું?
વાયરલ વીડિયોમાં વિપક્ષના સાંસદો અને શાસક પક્ષના સાંસદો એકબીજા પર ખુરશીઓ ફેંકી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ દેશમાં સિએરા લિયોન પીપલ્સ પાર્ટી એટલે કે એસએલપીપીની સરકાર છે અને ઓલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે એસીપી વિપક્ષમાં છે. આફ્રિકના માધ્યમના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સવારે 6 વાગ્યે ઘટી હતી. ઘટના એટલી ગંભીર બની ગઈ કે સ્થિતિ સંભાળવા માટે પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. ઉપદ્રવિઓને સંસદની બહાર લઈ જવા પડ્યા હતાં.
સંસદમાં ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ ઝપાઝપી
સિએરા લિયોનના ચૂંટણી પંચે સલાહ આપી હતી કે દેશ 2023 માં થનારી સ્થાનિક અને સંસદીય ચૂંટણીઓ પહેલા પ્રમાણસર મતદાન પ્રણાલીમાં ફેરવવામાં આવે. જો કે રાષ્ટ્રપતિની ચૂંટણી પર તેની કોઈ અસર થશે નહીં. સંસદમાં આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી, પરંતુ વિપક્ષી નેતાઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. ત્યાર બાદ સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે સંસદમાં ભારે હોબાળા વચ્ચે ઝપાઝપી થઈ હતી.
બ્રાઝીલમાં સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 2 શિક્ષક અને 1 વિધાર્થીનું મોત,11ઘાયલ
દક્ષિણપૂર્વી બ્રાજીલની બે સ્કૂલમાં ફાયરિંગમાં શુક્રવારે બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મૃત્યુ થઇ ગયું જ્યારે 11 લોકો ઘાયલ થઇ ગયા. ગોળીવાર પ્રાથમિક અને મધ્ય વિદ્યાલયમાં થયું હતું.
શુક્રવારે બંદૂકધારી વ્યક્તિએ બ્રાઝિલમાં સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા સચિવાલયના એક નિવેદન મુજબ ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક બંને પ્રાઇવેટ સ્કૂલમાં થયું હતું. જેમાં 2 શિક્ષક અને એક વિદ્યાર્થીને ગોળી લાગતા તેનું મોત થયું છે તો અન્ય 11 લોકો ગંભીર રીતે ઘવાયા છે.