આ જાણીતા દેશમાં માસ્ક ન પહેરવા બદલ ભારતીય મહિલાને ફટકારવામાં આવી જેલની સજા
ભારતીય મૂળની આ મહિલાને સજા ફટકારતી વખતે ડિસ્ટ્રિક્ટ જજ રોનાલ્ડ ગ્વીએ અન્ય પાંચ આરોપો પણ ધ્યાનમાં લીધા હતાં.
સિંગાપોર : કોરોના સામે લડવા માસ્ક ફરજિયાત છે. તેમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા નથી હોતા. સિંગાપોરમાં ૪૧ વર્ષના ભારતીય મૂળની મહિલાને (Indian origin woman) ઘરની બહાર માસ્ક ન પહેરવા બદલ બે સપ્તાહની જેલ અને ૨૦૦૦ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
મીડિયાના અહેવાલ અનુસાર પરમજીત કૌર (Paramjeet Kaur) પર ઘરની બહાર નાક અને મોં પર માસ્ક ન પહેરવા તથા સામાન્ય પ્રજા માટે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતીય મૂળની આ મહિલાને સજા ફટકારતી વખતે ડિસ્ટ્રિક્ટ જજ રોનાલ્ડ ગ્વીએ (District Judge Ronald Gwee) અન્ય પાંચ આરોપો પણ ધ્યાનમાં લીધા હતાં.
ત્રણ આરોપો કોરોનાના નિયમો તોડવાને લગતા છે જ્યારે અન્ય બે આરોપ ઘરનું સરનામું બદલાયું હોવાની જાણ ન કરવા તથા પોલીસ સ્ટેશનમાં હસ્તાક્ષર ન કરવા સાથે સંકળાયેલા છે. કૌરને બે સપ્તાહની જેલ અને ૨૦૦૦ સિંગાપોર ડોલરનો (Singapore Dollars) દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કૌરને માસ્ક ન પહેરવા બદલ સજા અને ફટકારવામાં આવી હતી.
ગયા વર્ષે ચોથી મેના રોજ કૌરની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં માસ્ક પહેરવા ન બદલ પ્રથમ વખત છ મહિના સુધીની જેલની સજા અને ૧૦,૦૦૦ સિંગાપોર ડોલર સુધીનો દંડ ફટકારવામાં આવે છે. જ્યારે બીજી વખત માસ્ક વગર પકડાય તો એક વર્ષ સુધીની જેલ અને ૨૦,૦૦૦ સિંગાપોર ડોલર સુધીનો દંડ ફટકારવામાં આવે છે.
IPLમાં મળેલા રૂપિયાથી કોરોનાગ્રસ્ત પિતાની સારવાર કરાવી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર
વૃદ્ધોને તાવ ન આવે તો પણ હોઈ શકે છે કોરોના, જાણો કેવી રીતે પડે છે ખબર ?