(Source: ECI/ABP News/ABP Majha)
વૃદ્ધોને તાવ ન આવે તો પણ હોઈ શકે છે કોરોના, જાણો કેવી રીતે પડે ખબર ?
સંશોધનકર્તા મુજબ ગંભીર રૂપથી કોરોના સંક્રમિત 30 ટકા વડીલોને તાવ નહોતો આવ્યો . તેમાં કોરોનાના અન્ય લક્ષણો જેવા કે થાક, દુખાવો, સૂંઘવાની તથા સ્વાદ લેવાની ક્ષમતા ગાયબ થઈ હતી
કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) તાવ આવવાનો મતલબ કોરોના પોઝિટિવ હોવાનું માનવામાં આ છે. યુવાનો પર આ વાત ઘણા અંશે સાચી સાબિત થઈ રહી છે. પરંતુ વડીલોના મામલે આ થિયરી ઠીક નથી. એક તાજા સંશોધન પ્રમાણે, વડીલોને કોરોના થવા પર તાવ આવે તે જરૂરી નથી. તો ફરી બાદમાં કોવિડ-19 (Covid-19) સંક્રમણની ઓળખ કેવી રીતે કરવી ? જેનો જવાબ છે પલ્સ ઓક્સિમીટર(Pulse Oximeter). તેના ઉપયોગથી ઓક્સિજન સ્તર પર નજર રખાશે. માત્ર તાવના મુખ્ય લક્ષણ માની તેનું મોનિટરિંગ કરવાથી ન માત્ર જીવનો ખતરો હોય છે પરંતુ પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થાય છે.
કોણે કર્યું સંશોધન
અમરિકાની વોશિંગ્ટન સ્ટેટ યૂનિવર્સિટીમાં કોરોના પર થયેલા એક નવા સંશોધન પ્રમાણે, વૃદ્ધોના મામલે શરીરનું તાપમાન ચેક કરવાના બદલે પલ્સ ઓક્સિમીટરનોઉપયોગ વધારે કારગર છે. આ રિસર્ચ મેડિકલ જર્નલ ફ્રંટિયર્સ ઈન મેડિસિનમાં પ્રકાશિત થયું છે. આ રિસર્ટ વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટના કોલેજ ઓફ નર્સિંગના કેથરીન વાન સોન અને ડેબોરા ઇતીએ કર્યુ છે.
કેવી રીતે પડી ખબર
સંશોધનકર્તા મુજબ ગંભીર રૂપથી કોરોના સંક્રમિત 30 ટકા વડીલોને તાવ નહોતો આવ્યો . તેમાં કોરોનાના અન્ય લક્ષણો જેવા કે થાક, દુખાવો, સૂંઘવાની તથા સ્વાદ લેવાની ક્ષમતા ગાયબ થઈ હતી. તેથી વૈજ્ઞાનિકોએ વડીલોના મામલે શરીરમાં ઓક્સિજનની અછત (હાઈપોક્સિયા)ને પલ્સ ઓક્સિમીટર થી ઓળખવાની સલાહ આપી છે. જે બાદ આરટી-પીસીઆર (RT-PCR Test) તપાસથી કોરોનાની પુષ્ટિ થઈ શકે છે.
ઓક્સિમીટર લગાવતી વખતે આ સાવધાની રાખો
- ઓક્સિમીટરને આંગળી પર લગાવતી વખતે હાથ ગરમ અને આરામથી રાખો.
- જે આંગળી પર ઓક્સિમીટર લગાવવાનું હોય ત્યાંથી નેલ પોલિશ હટાવી લો.
- ઓક્સિજન સ્તર સમય, તારીખ સાથે નોટ કરો અને બદલાવને સમજો.
- રીડિંગ સ્થિર થવા સુધી કેટલાક સમય માટે ઓક્સિમીટરને લાગેલું રહેવા દો.
રીડિંગ પર આ વાતની પણ પડે છે અસર
- નબળું બ્લડ સર્કુલેશન
- ચામડીની જાડાઈ
- તમાકુ વગેરેનો ઉપયોગ
- ચામડી પર દાગ હોવા
- આંગળીઓ પર સ્યાહી કે નેલ પોલીશ હોવી
- ત્વચાનું તાપમાન
ઈમ્યુનિટી વધારવા મોદી સરકારે જાહેર કર્યુ લિસ્ટ, જાણો શું શું કર્યું સામેલ
Gujarat Lockdown: લોકડાઉનને લઈ રૂપાણીએ ફરી આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું