શોધખોળ કરો
Advertisement
ઇટાલીમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 133 લોકો મોતને ભેટ્યા, જાણો વિગતે
કોરોનાના આ કહેર બાદ ઇટાલી સરકારે 2 કરોડથી વધુ માસ્કના ઓર્ડર પણ આપી દીધા છે
નવી દિલ્હીઃ ઇટાલીમાં કાતિલ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, એક જ દિવસમાં 133 લોકોના મોત થતા હડકંપ મચી ગયો છે. સિનેમાઘર, થિયેટર, ઓપેરા હાઉસ સહિતની એવી કેટલીય જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે. એટલુ જ નહીં અહીં એક જ દિવસમાં 1492નવા સંક્રમિત કેસો પણ એક જ દિવસમાં સામે આવ્યા છે.
કોરોનાના આ કહેર બાદ ઇટાલી સરકારે 2 કરોડથી વધુ માસ્કના ઓર્ડર પણ આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે કાતિલ કોરોનાના કહેરના મામલે ચીન બાદ હવે સૌથી પ્રભાવિત દેશ ઇટાલી બની ગયો છે. અહીં મૃત્યનો આંકડો 366 અને સંક્રમિત લોકોની સંખ્યા 7375 પહોંચી ગઇ છે. આટલી મોટી સંખ્યામાં મોત થયા બાદ ઇટાલી સરકાર એલર્ટ મૉડ પર આવી ગઇ છે.
શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં
1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.
2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.
3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.
4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.
5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.
6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.
7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement