શોધખોળ કરો

શ્રીલંકાઃ વિરોધ પ્રદર્શનો વચ્ચે હવે જાહેર સંપત્તિને નુકસાન કરનારને ગોળી મારવાનો લશ્કરને આદેશ અપાયો

Sri Lanka Crisis: શ્રીલંકામાં હાલ આર્થિક કટોકટી છે. શ્રીલંકાની જનતા હેરાન-પરેશાન થઈ રહી છે અને હિંસક વિરોધ પ્રદર્શન કરી રહી છે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં હાલ આર્થિક કટોકટી છે. શ્રીલંકાની જનતા હેરાન-પરેશાન થઈ રહી છે અને હિંસક વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધું હતું. ત્યાર બાદ હવે આજે સંરક્ષણ મંત્રાલયે લશ્કરને આદેશ આપ્યો છે કે, કોઈ પણ વ્યક્તિ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે કે જાહેર સંપત્તિની લૂંટ કરે તો તે વ્યક્તિને ગોળી મારવી. 

ગોળી મારવાનો આદેશઃ
શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે સશસ્ત્ર દળોને જાહેર સંપત્તિની લૂંટ ચલાવનાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિ ઉપર ગોળી મારવાની સત્તા આપી છે. આ સાથે નાગરિકોને વોરંટ વિના અટકાયતમાં રાખવા માટે કટોકટીની સત્તાઓ પણ શ્રીલંકન ઓથોરિટીએ લશ્કરી અને પોલીસ કર્મચારીઓને આપી છે. પીટીઆઈના અહેવાલ મુજબ શ્રીલંકામાં જાહેર થયેલા આ આદેશ હેઠળ લશ્કરના જવાનો નાગરિકોને પોલીસને સોંપતાં પહેલાં 24 કલાક સુધી અટકાયતમાં રાખી શકે છે. 

વિરોધ પ્રદર્શનમાં 8 લોકોનાં મોતઃ
ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા આર્થિક કટોકટી લાગુ થયા બાદ ખુબ જ વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ પ્રદર્શનોમાં 8 લોકોનાં થયા છે અને 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મોતની ઘટનાના એક દિવસ પછી હવે જાહેર સંપત્તિની લૂંટ ચલાવનાર અથવા સંપત્તિને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિ ઉપર ગોળી મારવા આ આદેશ આવ્યો છે. ગઈકાલે સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ  મોરાતુવાના મેયર સમન લાલ ફર્નાન્ડો અને સાંસદો સનત નિશાંત, રમેશ પાથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના ઘરોને આજે આગ ચાંપી દીધી હતી. તેમના પદ પરથી રાજીનામું આપતા પહેલા, મહિન્દા રાજપક્ષેએ કહ્યું, હતું કે "હું અમારા સામાન્ય લોકોને સંયમ રાખવા વિનંતી કરું છું અને યાદ રાખો કે હિંસા માત્ર હિંસા પેદા કરે છે. આપણે જે આર્થિક કટોકટીમાં છીએ તેને આર્થિક ઉકેલની જરૂર છે જેને ઉકેલવા માટે આ પ્રશાસન  પ્રતિબદ્ધ છે." ખાદ્ય અને ઇંધણની અછત, આસમાનને આંબી રહેલા ભાવો અને પાવર આઉટેજ મોટી સંખ્યામાં શ્રીલંકાના લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે સરકાર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા સામે ભારે વિરોધ થયો છે.

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget