Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Sunita Williams Return:9 મહિના અને 14 દિવસની અવકાશી યાત્રા બાદ સુનિતા અને બૂચ વિલ્મોર ઘરતી પર પરત ફર્યો છે. તેનો વીડિયો નાસાએ પોસ્ટ કર્યો છે

Sunita Williams Return: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસના અવકાશ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે ક્રૂ-9ના અન્ય બે અવકાશયાત્રી નિક હેગ અને એલેક્ઝાંડર ગોર્બુનોવ પણ પરત ફર્યા છે. તેમનું અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય અનુસાર સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના કિનારે સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.
18 માર્ચ (મંગળવારે) આ ચાર અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી રવાના થયા હતા. જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંદેશાવ્યવહાર બંધ રહ્યો હતો. સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પાછા ફરતા તેને 17 કલાક લાગ્યા હતા.
#WATCH | Being stranded at the International Space Station for 9 months, Sunita Williams is back on Earth with a smile
— ANI (@ANI) March 18, 2025
Today, NASA's SpaceX Crew-9 - astronauts Nick Hague, Butch Wilmore, Sunita Williams, and Roscosmos cosmonaut Aleksandr Gorbunov returned to Earth after the… pic.twitter.com/mdZIQTG4SN
નાસાએ નિવેદન જાહેર કર્યું છે
નાસાએ કહ્યું કે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનું પરત ફરવાનું મિશન સફળ રહ્યું હતું. આ માટે અમે નાસાની સમગ્ર ટીમની પ્રશંસા કરીએ છીએ. આ સમય દરમિયાન નાસાએ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની પણ પ્રશંસા કરી હતી. અવકાશયાત્રી હેગે કેલિફોર્નિયાના હોથોર્નમાં સ્પેસએક્સ ફ્લાઇટ કંટ્રોલર્સના રેડિયો પર કહ્યું કે, 'કેટલી અદભૂત સફર છે.' હું એક કેપ્સ્યુલ જોઈ રહ્યો છું અને હું ખૂબ ખુશ છું.
આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
લાંબા સમય સુધી માઈક્રોગ્રેવિટીમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફરવા પર અવકાશયાત્રીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન, થાક, ચાલવામાં મુશ્કેલી અને શરીરનું સંતુલન જાળવવામાં સમસ્યા થઈ શકે છે.
સુનિતા વિલિયમ્સને સ્નાયુઓની નબળાઈ અનુભવી શકે છે, જેના કારણે ઊભા રહેવામાં, ચાલવામાં અને સંતુલન જાળવવામાં મુશ્કેલી થઈ શકે છે.
મહિનાઓ સુધી માઈક્રોગ્રેવિટીમાં રહેવાથી મસલ એટ્રોફી (સ્નાયુઓ નબળા પડવા) થઈ શકે છે.
અવકાશયાત્રીઓ ઘણીવાર "બેબી ફીટ" નામની સ્થિતિનો અનુભવ કરે છે કારણ કે તેમના પગ પરની સખત ત્વચા ખસી જાય છે અને ત્યાં મહિનાઓ ગાળ્યા પછી ખૂબ જ નરમ અને કોમળ બને છે.
જ્યાં સુધી પગની ત્વચા ફરીથી સખત ન થાય ત્યાં સુધી ચાલવામાં તકલીફ પડી શકે છે.
આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને, અવકાશયાત્રીઓને લાંબા ગાળાની તબીબી સારવાર અને રિહેબિલિટેશન હેઠળ રાખવામાં આવે છે જેથી તેઓ ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત ફરી શકે.
ટ્રમ્પે નાસાના અવકાશયાત્રીઓની વાપસીની પ્રશંસા કરી હતી
નાસાના અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સના પરત ફરવા પર, વ્હાઇટ હાઉસના અધિકારી એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભારી વ્યક્ત કર્યો હતો કે જેના અથાક પ્રયાસથી પૃથ્વી પર સફળ લેન્ડિંગ થયું.