શોધખોળ કરો
Advertisement
સર્જીકલ સ્ટ્રાઇક પર પાક સંસદનું સંયુક્ત સત્ર, ઇમરાન ખાન કરશે બોયકોટ
ઇસ્લામાબાદઃ ભારતના સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દ્નારા બુધવારે સંસદના સંયુક્ત સત્રને બોલાવામાં આવ્યું હતુું. જેમા ભારત વિરુદ્ધ રાજકીય મોર્ચે લડવા માટેના પ્રયત્નોને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાન પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનને સંયુક્ત સત્રનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, સત્રમાં ભાગ લેવાનો અર્થ પ્રધાનમંત્રી નવાજ શરીફના નેતૃત્વને 'સમર્થન' આપવું ગણાશે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી પેડ્સ પર ભારત દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ ભારત સાથે ચાલી રહેલા તણાવ પર ચર્ચા કરવા માટે શરીફે ગયા સપ્તાહ બંને સદનનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું.
જેમા ભાગ લેવા માટે પાર્ટીની બેઠક બાદ ઇમરાન ખાન કહ્યું કે, સત્રમાં ભાગ લેવાનો મતબલ શરીફના નેતૃત્વને સમર્થન આપવુ ગણાશે. જેને તે કથિત ભ્રષ્ટાચારને લઇને સત્તા પરથી દૂર કરવા માંગે છે.
તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી પર અમારુ સ્ટેંડ સ્પષ્ટ છે. બુધવારના સત્રમાં ભાગ લેવાનો અર્થ તેમને સમર્થન આપવુ ગણાશે. પરંતુ પનામાં પેપર લીક મામલમાં તે પોતાનો નૈતિક અધિકારી ખોઇ બેઠા છે.
ઇમરાને કહ્યું કે, પેશાવરમાં સ્કુલ પર થયેલા હુમલા બાદ આતંકવાદને ખતમ કરવાની જાહેરત કરવામાં આવેલા રાષ્ટ્રીય કાર્ય યોજનાને અમલ કરવાને લાગુ કરવામાં પણ તે નાકામ રહ્યા છે.
હાલના મહોલમાં ભારતને મજબૂત જવાબ નહી આપવાને લઇને પણ તેમણે શરીફને નિશાને બનાવ્યા હતા.
તેમણે પુછ્યુ ઉરી હુમલા બાદ હંગામા વખતે નવાજ શરીફ ક્યાં હતા.? તેમણે કહ્યું, "તે લંડનની ગલીઓમાં ખરીદીમાં વ્યસ્ત હતા. તે સમયે તેમને પાકિસ્તાનમાં રહીને નેતૃત્વ કરવાની જરૂર હતી." ઇમારને ફરી એ વાતને રિપિટ કરી હતી. પનામા પેપર લીક મામલે તેમના પરિવારનું નામ આવ્યા બાદ તે આ દેશના પ્રધાનમંત્રી તરીકેની યોગ્યતા ખોઇ બેઠા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement