શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુષમા સ્વરાજે પાકને જડબાતોડ જવાબ આપતા કહ્યું- ‘જિનકે ઘર શીશે કે હો વહ દૂસરો કે ઘર પર પથ્થર નહીં ફેંકતે’
ન્યૂયૉર્ક: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી (UNGA) ડિબેટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં સુષમા સ્વરાજ યુએનમાં હિંદીમાં સંબોધન કર્યું હતું. સુષમા સ્વરાજે 18મી સપ્ટેબરે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાની વાત કરતા તેમને સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાનનો હાથ હોવાની વાત કરી હતી. સ્વરાજે વધુમાં પાકિસ્તાનને આતંકવાદને ઉત્તેજન આપતું રાષ્ટ્ર ગણાવી વૈશ્વિક જૂથમાં એકલું પાડવાની પણ વાત કરી હતી.
આજે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે નવાઝ શરીફને મૂંહતોડ જવાબ આપતા કહ્યું- જિનકે ઘર શીશે કે હો વહ દૂસરો કે ઘર પર પથ્થર નહીં ફેંકતે..કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને આગળ પણ રહેશે. માટે પાકિસ્તાન પોતાનો વિચાર માંડી વાળે. આ સિવાય યુએનમાં સુષમા સ્વરાજે નીચે પ્રમાણે મુદ્દાઓ ઉપર વાત કરી હતી..
- ગરીબીને ખતમ કરવી સૌથી મોટો પડકાર છે.
- ગરીબી અને અસામનતા પર ચર્ચા થવી જરૂરી છે.
- દુનિયાભર માટે મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી છે.
- શાંતિ વગર દુનિયાનો વિકાસ અસંભવ છે.
- સ્વચ્છતા અભિયાન પર ઘણું કામ થઈ રહ્યું છે.
- ભારત સૌથી ઝડપથી ઉભું થતું અર્થવ્યવસ્થા છે.
- સ્ત્રી-પુરુષો વચ્ચે સમલૈંગિક સુરક્ષા.
- બેટી પઢાવો, બેટી બચાવોને ઉત્તેજન.
- ડિજિટલ ઇન્ડિયા ધીમે ધીમે પગ જમાવી રહ્યું છે.
- છઠ્ઠા ભાગની દુનિયા ભારતમાં વસે છે.
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે મળતા સમર્થન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો.
- વિકસિત દેશો પોતાની જવાબદારી નિભાવશે તો જ સૌનો વિકાસ શક્ય બનશે.
- અમે પણ આતંકવાદના દર્દથી પીડાઇએ છીએ
- વિશ્વભરમાં આતંકવાદ છે જે દર્શાવે છે, જો આતંકવાદ સામે લડવું હશે તો સ્વીકારવું પડશે, આતંકવાદ માનવતા ઉલ્લંઘન છે
- આતંકવાદ સામે લડવા માટે ભેદ ભૂલાવી એકબનવું પડશે
- આતંકવાદની પોતાની બેંક કે હથિયારની ફેક્ટરી નથી
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે મળતા સમર્થન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો.
- વિકસિત દેશો પોતાની જવાબદારી નિભાવશે તો જ સૌનો વિકાસ શક્ય બનશે.
- 9/11 આતંકી હુમલો અહીંયા થયો હતો
- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. કોઈ તેને અલગ કરવાનું સપનું વિચારતું હોય તો છોડી દે..
- પાકિસ્તાન વિરુદ્ધ અમારી પાસે પુરતા પુરાવા
- પાકિસ્તાને મિત્રતાના બદલે પઠાનકોટ અને ઉરી હુમલા આપ્યા
- મિત્રતાના આધાર પર અમે પાકિસ્તાનથી સંબંધ શરૂ કર્યા, અમને શપથ ગ્રહણમાં બોલાવ્યા, હું પાકિસ્તાન ગઈ, પીએમ મોદી ગયા, શું અમે કોઈ શરત રાખી હતી.
- પાકિસ્તાન પર નિશાન સાઘતા સુષમા બોલી- અમુક દેશ આતંકનું બીજ રોપે છે. ઉગાવે છે, કાપે છે.
- આતંકવાદને આશરો કોણ આપે છે? હથિયારો ક્યાથી મેળવે છે.
- મેક ઈન ઈંડિયા થકી અમે રોજગાર આપીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion