Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
Syria War: સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક બની છે. સીરિયાની સેના નબળી પડી રહી છે અને લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે અને હવે મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે.
Syria War: સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક બની છે. સીરિયાની સેના નબળી પડી રહી છે અને લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે અને હવે મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે અને હવે દમાસ્કસ તરફ આગળ વધી રહ્યા છે. એવા સમાચાર છે કે દમાસ્કસ પણ વિદ્રોહી સેનાએ કબજે કરી લીધું છે. બળવાખોર કમાન્ડરો તેમની તોપો અને સાધનો સાથે દમાસ્કસ પહોંચ્યા છે. સ્થાનિક નગરજનોએ દાવો કર્યો છે કે ઘણી જગ્યાઓ પર નિયંત્રણ મેળવવા માટે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ ગોળીબાર થઈ રહ્યો છે.
Syria: Rebels claim to enter city of Homs
— ANI Digital (@ani_digital) December 7, 2024
Read @ANI Story | https://t.co/4CcW7NrrON#Syria #Damascus #Homs #rebels pic.twitter.com/bwMtGUE96p
સમાચાર એજન્સી રોયટર્સે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ એક વિશેષ વિમાનમાં સવાર થઈને અજાણ્યા સ્થાને જવા રવાના થઈ ગયા છે. દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગભરાટ અને અરાજકતાનું વાતાવરણ છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પાસેથી સત્તા ગુમાવવાના ડરથી તેમના વફાદારો દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હમા, અલેપ્પો અને દારાને કબજે કર્યા પછી, બળવાખોરો દ્વારા હોમ્સ કબજે કરવામાં આવેલું ચોથું મોટું શહેર છે. જે વીડિયો સામે આવ્યા છે તે શહેરના કબજાની કહાની કહી રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં મુખ્ય શહેર હોમ્સના નિયંત્રણ માટે સરકારી દળો સામે લડી રહેલા સીરિયન બળવાખોરો વચ્ચે ગોળીબાર સંભળાય છે અને બળવાખોર લડવૈયાઓ શેરીઓમાં જોવા મળે છે. શનિવારે જેવું સીરિયન સૈન્યએ દક્ષિણ સીરિયાના મોટા ભાગમાંથી પીછેહઠ કરી ત્યાર પછી બળવાખોરોએ હુમલો કર્યો, જેમાં બે પ્રાંતીય રાજધાનીઓ સહિત દેશનો મોટાભાગનો ભાગ વિપક્ષી લડવૈયાઓના નિયંત્રણ આવી ગયો.
બળવાખોરોએ ગોળીબાર કરીને ઉજવણી કરી
સેના મધ્ય શહેરમાંથી પાછી ખેંચી લીધા પછી હોમ્સના હજારો રહેવાસીઓ શેરીઓમાં ઉતરી આવ્યા હતા, "અસદ ચાલ્યો ગયો, હોમ્સ આઝાદ છે" અને "સીરિયા અમરે રહે, બશર અલ-અસદ મુર્દાબાદ" ના નારા સાથે બળવાખોરોએ ઉજવણી કરી, જ્યારે ઉત્સાહિત યુવાનોએ સીરિયન રાષ્ટ્રપતિના પોસ્ટરો ફાડી નાખ્યા. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર વિપક્ષી લડવૈયાઓ જ્યારે રાજધાનીના ઉપનગરીય વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે 24 વર્ષથી દેશના શાસક બશર અસદ મળ્યા ન હતા.
આ પણ વાંચો....