આર્થિક તંગીના કારણે નિવૃત શિક્ષક કારમાં જ કરતા હતા ગુજારો, ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આ રીતે બદલી જિંદગી
કોરોનાની મહામારીના કારણે આખી દુનિયાની આર્થિક સ્થિતિ લથડી ગઇ છે. કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોનો બિઝનેસ ભાંગી પડ્યો. કેલિફોર્નિયાના એક શિક્ષકની પણ કંઇક આવી જ હાલત થઇ છે. તે લોકડાઉન બાદ કારમાં રહેવા મજબૂર છે.
લોકડાઉનમાં જ્યારથી સ્કૂલ બંધ થઇ ગયા, જોસની આર્થિક સ્થિતિ ખરાબ થતી ગઇ. આમ તો ગુરૂ શિષ્યની જિંદગી બનાવે છે પરંતુ અહીં એક વિદ્યાર્થીએ ગુરૂ એટલે શિક્ષક જોસની મદદ કરીને તેમની જિંદગી સંવારી દીધી.
વિદ્યાર્થી સ્ટીવનને જ્યારે જાણ થઇ કે, તેમના એક સમયના શિક્ષકની આર્થિક સ્થિતિ એટલી નબળી થઇ ગઇ છે કે, તે કારમાં જ જીવન વિતાવવા મજબૂર થયા છે. આ ઘટના બાદ સ્ટીવને તેમને મદદ કરવાનું નક્કી કરી લીધું.
શિક્ષક જોસન મદદ કરવા માટે તેમણે એક ફંડ અકાઉન્ટ બનાવ્યું અને ફંડિગ દ્રારા તેમણે શિક્ષક જોસ માટે રકમ એકઠી કરી. સ્ટીવને કહ્યું કે, અમારૂ લક્ષ્ય પાંચ કરોડ ડોલર એકઠા કરવાનું હતું. જો કે અમે લક્ષ્યથી 6ગણા વધુ પૈસા એકઠા કર્યાં. ગુરૂવારે જોસનો 77મોં જન્મ દિવસ હતો. જોસે સપનામાં પણ ન હતું વિચાર્યું કે, તેમને આ રીતની ગિફ્ટ બર્થડે પર મળશે.
તેમના જન્મદિવસે સ્ટીવન અને તેના મિત્રોએ જોસને બર્થ જે વિશ કર્યું અને હાથમાં 27 હજાર ડોલરનો ચેક આપ્યો.
જોસે કહ્યું કે, 'મને હજું પણ વિશ્વાસ નથી આવતો, મારા માટે આ સૌથી મોટી અને સુંદર સરપ્રાઇઝ ગિફ્ટ છે. મેં આવા સરપ્રાઇઝની સપનામાં પણ આશા ન રાખી' આ મુદ્દે સ્ટીવને કહ્યું કે, 'એ વ્યક્તિની મદદ કરવી કોઇ સન્માનથી ઓછું નથી. જે એક નહીં અનેક બાળકોના ભવિષ્ય માટે નિસ્વાર્થ ભાવે કામ કરે છે.