કોરોના રસીની વર્ષો સુધી રહેશે અસર, બૂસ્ટર ડોઝ દ્વારા વધારી શકાશે એન્ટીબોડી
નેચરમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકોના એક ગ્રુપ કોરોનાના સાત રસીના ક્લિનિકલ ટ્રાયલના આંકડા પર રિસર્ચ કરી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર અને રસીકરણની વચ્ચે વિશ્વમાં એ ચર્ચા ચાલી રહી છે કે રસીની અસર કેટલા સમય સુધી રહેશે. તેના આકલનમાં લાગેલ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, એક વખત રસી લગાવ્યા બાદ વર્ષો સુધી તેના ગંભીર સંક્રમણથી બચી શકાય છે, પરંતુ સંક્રમણથી બચવા માટે એક વર્ષ બાદ એક બૂસ્ટર ડોઝની જરૂરત પડી શકે છે.
નેચરમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકોના એક ગ્રુપ કોરોનાના સાત રસીના ક્લિનિકલ ટ્રાયલના આંકડા પર રિસર્ચ કરી રહ્યા છે. જેનો ઉદ્દેશ રસી દ્વારા ઉત્પન્ન થતી રોગપ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી અસરકારક રહે છે તેનું અધ્યયન કરવાનો છે.
રિસર્ચમાં શું સામે આવ્યું
- રસીકરણના એક વર્ષ બાદ ન્યૂટ્રીલાઈઝિંગ એન્ટીબોડી ઘટવા લાગશે જેના કારણે રસીને એક બૂસ્ટર ડોઝ લેવો જરૂરી હશે જેથી તેને ફરીથી વધારી શકાય. તેનાથી સંક્રમણથી બચી શકાશે.
- બૂસ્ટર ડોઝ વગર પણ રસી અનેક વર્ષો સુધી કોરોનાના ગંભીર પેચથી બચાવશે. એટલે કે એક વખત રસી લઈ લીધા બાદ લોકોને કોરોનાનો ચેપ લાગશે તો પણ તે સામાન્ય હશે.
- જો રસી બાદ કોઈ વ્યક્તિમાં ન્યૂટ્રીલાઇઝિંઘ એન્ટીબોડી ઘટી જાય તો તે પણ કોરોના સંક્રમણને રોકવા માટે કારગર હશે.
- જો કોઈ રસીના અસરકારકતા 50 ટકા છે, તો તે રસી લેનાર લોકોમાં કોરોના કોરોનાથી ઠીક થયેલ વ્યક્તિની તુલનામાં 80 ટકા ઓછી એન્ટીબોડી બને છે. તેમ છતાં તે અમુક હદ સુધી બચાવ કરી શકે છે.
ફાઈઝર-મોડર્નાની રસી ઉત્પન્ન કરે છે વધારે એન્ટીબોડી
રિસર્ચના સહ લેખક અને સિડની યૂનિવર્સિટીના માઈક્રોબાયોલોજિસ્ટ જેમ્સ ટ્રાઈક્સનું કહેવું છે કે, ફાઈઝર, મોડર્નાના એમઆરએન રસી વધાર એન્ટીબોડી ઉત્પન્ન કરકે છે. જ્યારે એસ્ટ્રાજેનેકાની રસી ઓછા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. પરંતુ એક વર્ષ બાદ બધામાં ઘટાડો આવશે અને ત્યારે એક વધારાના બૂસ્ટર ડોઝથી તેને વધારી શકાશે.
રણનીતિ બનાવવામાં આ રીસર્ચ મહત્ત્વનું
રિસર્ચના લેખક ઇમ્પીરિયલ કોલોજ લંડનના ઇમ્યૂનોલોજિસ્ટ ડેનિયલ અલ્ટમેનને કહ્યું કે, આ રીસર્ચ કરોના રસીકરણ અને શરીરના રોગ પ્રતિકારક શક્તિને લઈને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા માટે મહત્ત્વનું સાબિત થશે. જેમ્સ ટ્રાઈક્સ કહે છે કે, સંશોધકો માટે ક્લિનિકલ ટ્રાયલના આંકડાના આધારા રસીની અસરનું આકલન કરવું મુશ્કેલ નથી. જોકે તેના માટે વધારે ઊંડાણમાં આંકડા મેળવવાની જરૂરત છે.
લક્ષણ વગર જ સંક્રમણમાંથી બહાર આવેલ લોકોમાં ઓછા એન્ટીબોડી
જાપાનના યોકોહામા સિટી યૂનિવર્સિટીના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોને કોરોનાની બીમારી થઈ હતી તેમનામાં એક વર્ષ બાદ પૂરતી એન્ટીબોડી મળી આવેલ છે. પરંતુ જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા પરંતુ તેમનામાં લક્ષણો જોવા ન મળ્યા, તેમનામાં ઓછી એન્ટીબોડી બની છે. માટે સામાન્ય અથવા લક્ષણ વગરના કોરોનામાંથી ઠીક થયા બાદ રસી લેવાની સલાહ આપવામાં આવે છે.