Travel Advisory: 'ઇરાનનો પ્રવાસ ના કરો' યુદ્ધ વચ્ચે મોદી સરકારે નાગરિકોને માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
Travel Advisory: ભારત સરકારે ઈરાનમાં વધતા તણાવ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે
Travel Advisory: ભારત સરકારે ઈરાનમાં વધતા તણાવ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ એડવાઇઝરી ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરી ત્યારબાદ બહાર પાડવામાં આવી છે. ઇરાને પોતાની એરસ્પેસ પણ બંધ કરી દીધું છે.
Travel advisory for Indian nationals regarding Iran:https://t.co/FhUhy3fA5k pic.twitter.com/tPFJXl6tQy
— Randhir Jaiswal (@MEAIndia) October 2, 2024
ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઈરાનની મુસાફરી ટાળે, ખાસ કરીને જેઓ બિન-આવશ્યક કારણોસર મુસાફરી કરવાનું આયોજન કરે છે. હાલમાં ઈરાનમાં રહેનારા ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેઓએ સ્થાનિક પરિસ્થિતિઓનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારની કટોકટી માટે તૈયાર રહેવું જોઈએ.
દૂતાવાસનો સંપર્ક કરો
ભારતીય નાગરિકોએ ઈરાનમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવું જોઈએ. દૂતાવાસનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે જેથી કરીને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય મેળવી શકાય.
ઈરાનમાં સુરક્ષાની સ્થિતિ
હાલમાં જ ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ 180 મિસાઈલો છોડી છે જેના કારણે ઈઝરાયલનું બેન ગુરિયન એરપોર્ટ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. આ સ્થિતિ આ ક્ષેત્રમાં તણાવ વધારે છે અને તેથી ભારત સરકારે તેની ટ્રાવેલ એડવાઈઝરીને કડક બનાવી છે.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં સુરક્ષાની સ્થિતિને જોતાં ભારતીય નાગરિકોએ મુસાફરી યોજનાઓની સમીક્ષા કરવી જોઈએ. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સલાહનું પાલન કરવું ફરજિયાત છે જેથી કરીને કોઈપણ સંભવિત જોખમને ટાળી શકાય. નાગરિકોએ આ અંગે અપડેટ માહિતી મેળવવા માટે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં રહેવું જોઈએ.
આ દરમિયાન, 'સ્કાય ન્યૂઝ અરેબિયા'ને ઇઝરાયેલના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ લેબેનાનમાં અથડામણ દરમિયાન 14 ઇઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે. જો કે, હિઝબુલ્લાહ અને ઈરાન વિરુદ્ધ પોતાના અભિયાન સાથે આગળ વધી રહેલા ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પોતાના દેશના નવા વર્ષના અવસર પર મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા, તેણે કહ્યું, આ સંપૂર્ણ વિજયનું વર્ષ હશે.
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ