શોધખોળ કરો

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવને નકારવાના સંકેત આપ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાનનો 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પને સ્વીકાર્ય નથી.
  • ઈરાન અમેરિકા પર પ્રતિબંધો હટાવવા અને સૈનિકો પાછા ખેંચવા કહે છે.
  • હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન નમતું જોખવા તૈયાર નથી.
  • યુદ્ધના ખતરા વચ્ચે ઓમાન રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.

Trump Iran News 2026: મધ્ય પૂર્વમાં શાંતિની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધું છે કે ઈરાને હજુ સુધી પોતાના કરેલાની પૂરતી કિંમત ચૂકવી નથી. ઈરાન દ્વારા પાકિસ્તાનની મધ્યસ્થીથી મોકલવામાં આવેલા 14 મુદ્દાના નવા શાંતિ પ્રસ્તાવને ટ્રમ્પ સ્વીકારે તેવી શક્યતા નહિવત્ છે. આ ઉપરાંત, દુનિયાના સૌથી મહત્વના જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને લઈને પણ બંને દેશો સામસામે આવી ગયા છે, જેનાથી નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ વધુ ભયંકર બની શકે છે.

શું છે ઈરાનનો 14 મુદ્દાનો નવો પ્રસ્તાવ?

શનિવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાન તરફથી આવેલા એક નવા પ્રસ્તાવ પર વિચાર તો કરી રહ્યા છે, પણ તેમને ઈરાન સાથે ડીલ થવાની કોઈ ખાસ આશા નથી. ઈરાનની 'નૂર ન્યૂઝ એજન્સી' ના જણાવ્યા અનુસાર, ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને 14 મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો છે (નોંધનીય છે કે પાકિસ્તાને આ બંને દેશો વચ્ચે પ્રથમ સીધી વાટાઘાટો કરાવી છે). આ પ્રસ્તાવમાં અમેરિકાની 9 મુદ્દાની યોજનાની સામે ઈરાને શરત રાખી છે કે અમેરિકા તેના પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવે, નૌકાદળની નાકાબંધી પૂરી કરે, મધ્ય પૂર્વમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચે અને લેબનોનમાં ઈઝરાયેલની લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અટકાવે.

પરંતુ, ટ્રમ્પને આ શરતો જરાય સ્વીકાર્ય લાગતી નથી. સામે પક્ષે, ઈરાનની સેના (IRGC) એ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપતા ચીમકી આપી છે કે હવે અમેરિકા પાસે નિર્ણય લેવા માટે બહુ ઓછો સમય અને વિકલ્પો બચ્યા છે.

રાજદ્વારી વાટાઘાટો અને ઓમાનની ભૂમિકા

આ તંગદિલી વચ્ચે રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. રવિવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઓમાનના વિદેશ મંત્રી બદર અલ-બુસૈદી સાથે ફોન પર વાતચીત કરી હતી. અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં ઓમાને જ નિરીક્ષક તરીકે કામ કર્યું હતું.

અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાન નમતું જોખવા તૈયાર નથી

આ બધા વચ્ચે સૌથી મોટો સળગતો મુદ્દો 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) નો છે. દુનિયાભરના તેલ અને ગેસના વેપારનો લગભગ 20% હિસ્સો આ જળમાર્ગ પરથી જ પસાર થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ માર્ગને ફરીથી ખોલવા માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. પરંતુ ઈરાન કોઈ કાળે પાછળ હટવા તૈયાર નથી.

ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકર અલી નિકઝાદે રવિવારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનનું છે અને અમે અમારા વલણથી એક ઈંચ પણ પાછા નહીં હટીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા દેશ કામ કરી રહ્યો છે, અને ટ્રમ્પની નાકાબંધીની યોજના 100 ટકા નિષ્ફળ જશે.

આ નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની ખાઈ હજુ પુરાઈ નથી અને દુનિયા પર ફરી એકવાર મોટા યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ઇન્ડોનેશિયાના ડેકેરમાં હચમચાવનારો કાંડ: 53 ભૂલકાં નગ્ન અને બાંધેલી હાલતમાં મળ્યા, જુઓ Video

Frequently Asked Questions

અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં શું તણાવ છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર કડક વલણ અપનાવ્યું છે અને ઈરાન દ્વારા મોકલાયેલા શાંતિ પ્રસ્તાવને સ્વીકારવાની શક્યતા ઓછી છે.

ઈરાને અમેરિકાને શું શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે?

ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થીથી અમેરિકાને 14 મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં અમેરિકાએ તેના પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવવા, નૌકાદળની નાકાબંધી પૂરી કરવી, સૈનિકો પાછા ખેંચવા અને લેબનોનમાં ઈઝરાયેલની લશ્કરી કાર્યવાહી અટકાવવાની શરતો રાખી છે.

હોર્મુઝ સ્ટ્રેટ શા માટે મહત્વપૂર્ણ છે અને તેના પર શું વિવાદ છે?

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના તેલ અને ગેસના વેપારનો લગભગ 20% હિસ્સો ધરાવે છે. અમેરિકા તેને ફરીથી ખોલવા માંગે છે, પરંતુ ઈરાન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનનું છે અને તેઓ તેમના વલણથી પાછા નહીં હટે.

શું ઓમાન આ તણાવમાં કોઈ ભૂમિકા ભજવી રહ્યું છે?

હા, ઓમાન રાજદ્વારી પ્રયાસોમાં મદદ કરી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રીએ ઓમાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી, અને અગાઉ ઓમાને અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોમાં નિરીક્ષક તરીકે કામ કર્યું હતું.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget