રોબર્ટ કેનેડી જૂનિયરને ટ્રમ્પે સોંપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, વેક્સિનના છે કટ્ટર વિરોધી
Robert F Kennedy Jr: એન્ટી વેક્સીન એક્ટિવિસ્ટ રૉબર્ટ એફ. કેનેડી જૂનિયરને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે
Robert F Kennedy Jr: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડીના ભત્રીજા રોબર્ટ કેનેડી અમેરિકાના આગામી સ્વાસ્થ્ય મંત્રી હશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ પર તેમની નિમણૂકની જાહેરાત કરી છે. પરંતુ આ નિમણૂક સાથે જ તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એન્ટી વેક્સીન એક્ટિવિસ્ટ રૉબર્ટ એફ. કેનેડી જૂનિયરને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે. કેનેડીને સમગ્ર વિશ્વમાં રસીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે આ રસી ઓટીઝમ અને અન્ય રોગોનું જોખમ પેદા કરી શકે છે.
I am thrilled to announce Robert F. Kennedy Jr. as The United States Secretary of Health and Human Services (HHS). For too long, Americans have been crushed by the industrial food complex and drug companies who have engaged in deception, misinformation, and disinformation when it…
— Donald J. Trump (@realDonaldTrump) November 14, 2024
આ પદ માટે કેનેડીના નામની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી તેના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની હોય છે. આરોગ્ય અને માનવ સેવા વિભાગ આ મામલે મોટી ભૂમિકા ભજવશે. આ વિભાગ એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે તમામ અમેરિકન નાગરિકોને ખતરનાક કેમિકલ્સ, પ્રદૂષણ ફેલાવતા તત્વો, જંતુનાશકો, દવાઓ અને ખાદ્ય પદાર્થોથી સુરક્ષિત રહે જે આજે આપણા દેશ માટે એક મોટું સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે.
તેમણે કહ્યું કે રોબર્ટ કેનેડી ફરીથી વૈજ્ઞાનિક સંશોધનના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશે અને આ વિભાગોમાં પારદર્શિતા લાવશે, જેથી લાંબા સમયથી ચાલતા રોગોનો સામનો કરી શકાય અને અમેરિકાને ફરીથી મહાન અને સ્વસ્થ બનાવી શકાય.
ટ્રમ્પનું કહેવું છે કે ફૂડ ઈન્ડસ્ટ્રી અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ લાંબા સમયથી અમેરિકાનું ગળું દબાવી રહી છે. આ કંપનીઓ છેતરપિંડી અને પ્રચારનો આશરો લઈને પૈસા કમાઈ રહી છે. પરંતુ હવે અમે તેને નિયંત્રિત કરીશું અને અમેરિકાને ફરીથી મહાન અને સ્વસ્થ બનાવીશું. કેનેડીને દવા, રસી અને ખાદ્ય સુરક્ષા, તબીબી સંશોધન અને સામાજિક સુરક્ષા નેટ કાર્યક્રમોની દેખરેખની જવાબદારી સોંપવામાં આવશે.
કેનેડીની નિમણૂકનો વિરોધ શા માટે છે?
અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી તરીકે રોબર્ટ કેનેડીની નિમણૂકની જાહેરાત થઈ ત્યારથી જ આ નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પે એક એવી વ્યક્તિને પોતાની ટીમમાં સામેલ કર્યા છે જેમના મંતવ્યો જાહેર સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખતરનાક માનવામાં આવે છે. તે રસી વિરોધી એક્ટિવિસ્ટ છે.
રોબર્ટ એફ. કેનેડી જૂનિયર કોણ છે?
રોબર્ટ કેનેડી જૂનિયર વિશ્વના સૌથી શક્તિશાળી એન્ટિ-વેક્સિન એક્ટિવિસ્ટ છે. તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ યુએસના દિવંગત એટોર્ની જનરલ રોબર્ટ એફના પુત્ર છે અને પૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના ભત્રીજા છે. તેમણે 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી સ્વતંત્ર તરીકે લડી હતી પરંતુ બાદમાં રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.