Umer Sharif Death: પાકિસ્તાનના જાણાીતા કોમેડિયન ઉમર શરીફનું નિધન
પાકિસ્તાનના જાણીતા કોમેડિયન ઉમર શરીફનું નિધન
પાકિસ્તાનના જાણીતા કોમેડેયિન અને ટેલીવિઝન જગતની જાણીતી હસ્તી ઉમર શરીફનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. પાકિસ્તાનના અખબાર ડોન મુજબ, ઉમર શરીફે જર્મનીમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ગત વર્ષે તેમની હાર્ટની બાયપસા સર્જરી થઈ હતી અને ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું.
ડોન મુજબ, 28 સપ્ટેમ્બરે ઉમર શરીફને એર એમ્બ્યુલન્સ દ્વારા અમેરિકા લઈ જવામાં આવતો હતો પરંતુ રસ્તામાં જ તેની તબિયત લથડી હતી. જે બાદ જર્મનીમાં જ સારવાર શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા તેણે સારવાર માટે વિદેશ જઈ શકાય તે માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની વીઝા અપાવવા મદદ માંગી હતી.
LEGENDARY COMEDIAN UMER SHARIF PASSES AWAY#ARYNews #UmarSharif #BreakingNews pic.twitter.com/neXouexCPT
— ARY News (@ARYNEWSOFFICIAL) October 2, 2021





















