શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકાએ પોતાની એરલાઈન્સને જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરવાનું ટાળો
અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાન કટ્ટરપંથિઓ અને આતંકવાદી સમૂહ દ્વારા આપણી એરલાઈન્સપર હુમલો થઈ શકે છે.
વોશિંગટન: અમરેકાએ પોતાના એર લાઈન્સોને એક એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ એરલાઈન્સને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગથી બચવા કહ્યું છે. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાન કટ્ટરપંથિઓ અને આતંકવાદી સમૂહ દ્વારા આપણી એરલાઈન્સ(કોમર્સિયલ એન્ડ યુએસ સ્ટેટ એરલાઈન્સ) પર હુમલો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાના એર સ્પેસ બંધ કરી દીધા હતા. જેનાથી તેને 688 કરોડ રૂપિયાનું મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. હવે ફરી ભારત માટે પાકિસ્તાને એર સ્પેસ બંધ કરી દીધાં છે. તેનાથી તેને મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આમ પણ તેની અર્થવ્યવસ્થા હાલમાં ખૂબજ ખરાબ સ્થિતિમાં છે.
United States warns its air carriers to avoid Pakistan airspace, it may be a risk & possible threat of attacks on US airlines (commercial&US state carrier) by Pakistan extremist & militant groups. pic.twitter.com/2lxcbljbPK
— ANI (@ANI) January 2, 2020
જો અમેરિકા પોતાની એરલાઈન્સને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરવા પર રોક લગાવી દેશે તો પાકિસ્તાનને મોટું નુકસાન ભોગવવું પડશે. જેના કારણે અન્ય દેશો પણ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરવાનું ટાળશે.
પાકિસ્તાનની એર સ્પેસ બંધ થાય તો યૂરોપ, અમેરિકા અને ગલ્ફ ક્ષેત્રને ફ્લાઈટ્સને લાંબો રૂટ લેવો પડશે. જેના કારણે યાત્રાનો સમય પણ વધી જશે. ભારતથી અમેરિકાની હવાઈ યાત્રાની વાત કરીએ તો તેનાથી સમય લગભગ ત્રણ કલાક વધી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion