Louisville: અમેરિકામાં લુઈસવિલે એરપોર્ટ પર કાર્ગો પ્લેન ક્રેશ, ત્રણના મોત, 11 ઈજાગ્રસ્ત
આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 11 ઘાયલ થયા હતા. જોકે, અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

અમેરિકાના કેન્ટકીમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે સાંજે 5 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ એક UPS કાર્ગો પ્લેન ક્રેશ થયું, જેના કારણે ભીષણ આગ લાગી હતી. આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું અને નજીકના રહેવાસીઓને સ્થળ પર આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 11 ઘાયલ થયા હતા. જોકે, અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
US: Cargo plane crashes after takeoff in Louisville, Sean Duffy says "heartbreaking images coming"
— ANI Digital (@ani_digital) November 5, 2025
Read @ANI Story | https://t.co/V6VWzdGQ6W#Kentuckyairplanecrash #FlightCrash #USFlightCrash pic.twitter.com/bDub06NySA
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ અહેવાલ આપ્યો છે કે યુપીએસ ફ્લાઈટ 2976 જે એક મૈકડોનેલ ડહલસ એમડી-11એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમય અનુસાર સાંજે 5:15 વાગ્યે ટેકઓફ થયા પછી થોડીવારમાં જ ક્રેશ થયું હતું. આ એરપોર્ટ UPS વર્લ્ડપોર્ટનું ઘર છે, જે એર કાર્ગો ઓપરેશન્સ માટે કંપનીનું વૈશ્વિક કેન્દ્ર અને વિશ્વની સૌથી મોટી પેકેજ હેન્ડલિંગ સુવિધા છે.
🇺🇸✈️❗️ — Harrowing footage of a cargo plane crash in the US pic.twitter.com/jNmBB3OTDN
— ✯Phantom✯AK47 (@47_phantom47) November 5, 2025
મૃત્યુઆંક વધી શકે છે
કેન્ટકી રાજ્યના ગવર્નર એન્ડી બેસેરે જણાવ્યું હતું કે લુઇસવિલેમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
વિમાનમાં મોટી માત્રામાં ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી
લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી. ગ્રીનબર્ગે WLKY-TV ને જણાવ્યું હતું કે, "વિમાનમાં આશરે 280,000 ગેલન ઇંધણ હતું." આ ઘણી રીતે ચિંતાનું કારણ છે."
સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો ફરતા થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે ધૂમાડા નીકળતા દેખાય છે. કટોકટી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.
પોલીસ વિભાગે દુર્ઘટનાની પુષ્ટી કરી
લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગ (LMPD) એ અહેવાલ આપ્યો છે કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. વિભાગે એક્સ પર પોસ્ટમાં ઘટનાની પુષ્ટી કરી હતી.
કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું હતું કે, "કેન્ટકી, અમને લુઇસવિલે ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાના અહેવાલો મળ્યા છે. બચાવ ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે વધુ માહિતી ઉપલબ્ધ થતાંની સાથે જ શેર કરીશું."
FAA ઘટનાની તપાસ કરશે
ફ્લાઇટ રડાર 24 ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ફ્લાઇટ લુઇસવિલેથી સાંજે 5:10 વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થતાં પહેલાં થોડા સમય માટે અટકી ગઈ હતી. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જાહેરાત કરી હતી કે તેઓ અકસ્માતના કારણની તપાસ કરશે.





















