અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ
US Election Results 2024: જ્યારે કમલા હેરિસ હાલમાં પાછળ છે અને તેમને મોટા અપસેટની અપેક્ષા છે
US Election Results 2024: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં આગળ રહ્યા છે અને તેમણે 230 ઈલેક્ટોરલ કોલેજ વોટ મેળવ્યા છે. ટ્રમ્પ હવે મેજિક નંબર (બહુમતી)થી માત્ર 40 વોટ પાછળ છે. જ્યારે કમલા હેરિસ હાલમાં પાછળ છે અને તેમને મોટા અપસેટની અપેક્ષા છે. કમલાને અત્યાર સુધીમાં 205 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા છે. ન્યૂ મેક્સિકોમાં કમલાનો વિજય થયો છે. વાસ્તવમાં અમેરિકામાં સાત સ્વિંગ સ્ટેટ્સ છે અને અત્યાર સુધી ટ્રમ્પ પાંચ સ્વિંગ સ્ટેટ્સમાં મોટી લીડ મેળવી ચૂક્યા છે. માત્ર બે રાજ્યોના પરિણામો આવવાના બાકી છે. એવું માનવામાં આવે છે કે સ્વિંગ સ્ટેટમાં ટ્રમ્પને પ્રથમ પસંદગી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
AP Race Call: Donald Trump wins the presidential battleground state of North Carolina, receiving the state's 16 electoral votes for the Republicans. https://t.co/vNyURdNHtn pic.twitter.com/4iWm8TxjzQ
— The Associated Press (@AP) November 6, 2024
રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં 24 રાજ્યોમાં જીત મેળવી છે. આ સાથે ટ્રમ્પ 6 રાજ્યોમાં આગળ છે. તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે અત્યાર સુધીમાં 13 રાજ્યોમાં જીત મેળવી છે. આ સાથે તે 5 રાજ્યોમાં આગળ ચાલી રહી છે.
US Elections 2024: Republicans gain control of Senate
— ANI Digital (@ani_digital) November 6, 2024
Read @ANI Story | https://t.co/yfStVKIXRt #USElections2024 #Republican #USSenate pic.twitter.com/6Ay5wcIpYv
ફોક્સ ન્યૂઝ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને 232 અને કમલા હેરિસને 211 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા છે. મોટા માર્જિનથી પાછળ રહેલા કમલા હેરિસ કેલિફોર્નિયા અને વોશિંગ્ટનના પ્રારંભિક વલણોથી અચાનક રાષ્ટ્રપતિની રેસમાં આવી ગયા હતા. નોંધનીય છે કે ટ્રમ્પે ઓહાયોમાં જીત હાંસલ કરી છે. આ રાજ્ય તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સનું ગૃહ રાજ્ય પણ છે. કમલા હેરિસે ઇલિનોઇસ, વોશિંગ્ટન ડીસી, કોલોરાડો અને ન્યૂયોર્કમાં જીત મેળવી છે.