શોધખોળ કરો

ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ

કોર્ટે આ નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો અને કહ્યું કે સરકાર પાસે આટલી ઊંચી ફી લાદવાનો અધિકાર નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકી કોર્ટે ટ્રમ્પની H-1B વીઝાની $100,000 ફી રદ કરી.
  • કોર્ટે ફી ગેરકાયદેસર ઠેરવી, સરકાર પાસે સત્તા નહોતી.
  • આ ફી H-1B ઇમિગ્રેશન નિયમો કડક કરવા પ્રસ્તાવિત હતી.
  • આ નિર્ણય ભારતીય IT વ્યાવસાયિકો અને કંપનીઓ માટે રાહતરૂપ.

અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવી H-1B વીઝા અરજીઓ પર $100,000 (આશરે 96 લાખ રૂપિયા) ની વધારાની ફી લાદવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે આ નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો અને કહ્યું કે સરકાર પાસે આટલી ઊંચી ફી લાદવાનો અધિકાર નથી. મેસેચ્યુસેટ્સમાં બોસ્ટન સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લીઓ સોરોકિને સોમવારે આ ચુકાદો આપ્યો હતો.

આ નિર્ણય 20 ડેમોક્રેટિક રાજ્યોના એટોર્ની જનરલો દ્વારા દાખલ કરાયેલા કેસ બાદ આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમિગ્રેશન નિયમો કડક કરતી વખતે H-1B વીઝા ફીમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો આ નીતિ લાગુ કરવામાં આવે તો H-1B વીઝા મેળવવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોત. યુએસ કંપનીઓ દ્વારા H-1B વીઝાનો ઉપયોગ અન્ય દેશોના કુશળ પ્રોફેશનલ્સને નોકરી પર રાખવા માટે કરવામાં આવે છે, ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રમાં.

નવી નીતિ ભારતીયો પર નકારાત્મક અસર થઈ હતી 

ટ્રમ્પ વહીવટીતંત્રની નવી નીતિ પહેલાં નવી H-1B અરજી માટે કુલ સરકારી ફી સામાન્ય રીતે $2,000 થી $4,000 સુધીની હતી, જોકે તે કેટલીક મોટી કંપનીઓ માટે વધારે હોઈ શકે છે. આ જ કારણ છે કે પ્રસ્તાવિત $100,000 ફી વર્તમાન અરજી ફી કરતા લગભગ 25 થી 50 ગણી વધારે હતી અને ભારતીય IT કંપનીઓ અને વ્યાવસાયિકો પર તેની નોંધપાત્ર અસર થવાની આશંકા હતી.

આ પણ વાંચોઃ US-Iran વચ્ચે 'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો

H-1B વીઝા સંબંધિત મોટાભાગની ફી સામાન્ય રીતે સ્પોન્સર કરનારી કંપની (Employer) દ્વારા ચૂકવવામાં આવે છે, કર્મચારી દ્વારા નહીં. અરજદારોએ દલીલ કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે આવી ફી લાદવાની કાનૂની સત્તાનો અભાવ છે. કોર્ટે તેમની દલીલ સાથે સંમત થઈને ફીને અમાન્ય જાહેર કરી. આ નિર્ણયને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેની નોકરી-આધારિત ઇમિગ્રેશન નીતિને કડક બનાવવાના પ્રયાસો માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.

નોંધનીય છે કે  H-1B વીઝા કાર્યક્રમ ભારતીય વ્યાવસાયિકો અને યુએસમાં કાર્યરત ભારતીય IT કંપનીઓને સૌથી વધુ ફાયદો પહોંચાડે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપર્સ અને ટેકનિકલ નિષ્ણાતો આ વીઝા દ્વારા યુએસમાં નોકરી શોધે છે. તેથી આ કોર્ટના નિર્ણયને ભારતીય વ્યાવસાયિકો અને આઇટી ઉદ્યોગ માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

Frequently Asked Questions

H-1B વીઝા ફી અંગે કોર્ટનો શું નિર્ણય હતો?

અમેરિકી કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવી H-1B વીઝા અરજીઓ પર $100,000 ની વધારાની ફી લાદવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે તેને ગેરકાયદેસર અને સરકારના અધિકારક્ષેત્ર બહારનો જાહેર કર્યો.

સૂચિત H-1B વીઝા ફી વધારો શા માટે રદ કરવામાં આવ્યો?

કોર્ટે જણાવ્યું કે સરકાર પાસે આટલી ઊંચી ફી લાદવાનો કાનૂની અધિકાર નથી. 20 ડેમોક્રેટિક રાજ્યોના એટોર્ની જનરલો દ્વારા દાખલ કરાયેલા કેસ બાદ આ ચુકાદો આવ્યો હતો.

પ્રસ્તાવિત H-1B ફીથી કોને સૌથી વધુ અસર થઈ હોત?

આ પ્રસ્તાવિત ફી ભારતીય IT કંપનીઓ અને વ્યાવસાયિકો પર નોંધપાત્ર નકારાત્મક અસર કરી હોત. H-1B વીઝા કાર્યક્રમ ભારતીય વ્યાવસાયિકોને સૌથી વધુ ફાયદો પહોંચાડે છે.

પ્રસ્તાવિત H-1B ફી અગાઉની ફી કરતાં કેટલી વધારે હતી?

નવી પ્રસ્તાવિત $100,000 ફી વર્તમાન અરજી ફી ($2,000 થી $4,000) કરતાં લગભગ 25 થી 50 ગણી વધારે હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget