શોધખોળ કરો

'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ વધ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાનમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા સલાહ આપી.
  • ભારતીય દૂતાવાસે હાલ પૂરતી ઈરાનની કોઈપણ યાત્રા ટાળવા જણાવ્યું છે.
  • ઈરાન-ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વધતા મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યું.
  • ઈઝરાયલે ઈરાની શહેરોને નિશાન બનાવ્યા, ઈરાને અમેરિકાને દોષિત ગણાવ્યું.

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ વધ્યો છે. તેના જવાબમાં ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક ચેતવણી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.

પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ હાલ માટે ઈરાનની કોઈપણ યાત્રા ટાળે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષા દ્રષ્ટિકોણથી ત્યાં મુસાફરી બિલકુલ સલાહભર્યું નથી.

આ ઉપરાંત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈરાનમાં રહેતા ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવાની પણ વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીયોએ તાત્કાલિક દેશ છોડી દેવા માટે ઉપલબ્ધ કોઈપણ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

ઈઝરાયલે ઈરાન પર ઝડપી હુમલા શરૂ કર્યા

ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા. જવાબમાં ઈઝરાયલે પણ અનેક ઈરાની શહેરોને નિશાન બનાવ્યા. ઈઝરાયલે યુદ્ધ જહાજો અને બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને તેહરાન, ઈસ્ફહાન અને તબરીઝ સહિતના અનેક વિસ્તારો પર હુમલો કર્યો. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને ઈરાન સામે બદલો લેવાની ના પાડી હતી છતાં ઈઝરાયલે ઈરાન સામે મિસાઈલોથી હુમલો કર્યો હતો. 

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ લાઇવ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામના ઉલ્લંઘન માટે અમેરિકા સીધી રીતે જવાબદાર છે. ઇઝરાયલની કાર્યવાહીને યુએસ નીતિઓથી અલગ કરીને જોઈ શકાય નહીં. તેમણે દાવો કર્યો હતો કે ઇઝરાયલ જે કંઈ કરી રહ્યું છે તેની પાછળ યુએસ નીતિઓનો હાથ છે.

ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઈઝરાયલે સોમવારે વહેલી સવારે અનેક ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટો હવાઈ હુમલો કર્યો હતો.  ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, દેશના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયલે રાજધાની તેહરાન, ઈસ્ફહાન, તબ્રીઝ અને પશ્ચિમ ઈરાનના કેટલાક  ભાગો પર મિસાઈલ હુમલો કર્યો હતો.   લેબનોનની રાજધાની બેરુતમાં પણ વિસ્ફોટો સંભળાયા હતા.               

Frequently Asked Questions

ભારતીય દૂતાવાસે કઈ સલાહ જાહેર કરી છે?

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવા અને હાલ પૂરતી ઈરાનની યાત્રા ટાળવાની સલાહ આપી છે. આ સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં સુરક્ષાના કારણોસર છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શું ચાલી રહ્યું છે?

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ વધ્યો છે. ઈરાને રવિવારે ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ ઈઝરાયલે પણ ઈરાની શહેરો પર મિસાઈલ હુમલા કર્યા છે.

ઈઝરાયલે ઈરાનના કયા શહેરો પર હુમલો કર્યો?

ઈઝરાયલે યુદ્ધ જહાજો અને બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને તેહરાન, ઈસ્ફહાન અને તબરીઝ સહિતના અનેક ઈરાની શહેરોને નિશાન બનાવ્યા છે.

વર્તમાન યુદ્ધવિરામ ભંગ માટે ઈરાન કોને જવાબદાર ઠેરવે છે?

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના મતે, વર્તમાન યુદ્ધવિરામના ઉલ્લંઘન માટે અમેરિકા સીધી રીતે જવાબદાર છે. તેઓ માને છે કે ઈઝરાયલની કાર્યવાહી યુએસ નીતિઓથી અલગ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget