અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden એ કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધો, જાણો લોકોને શું કરી અપીલ....
વ્હાઇટ હાઉસે માહિતી આપતા કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેનને વ્હાઇટ હાઉસમાં તેમની COVID-19 રસી બૂસ્ટર શોટ લીધો છે.
કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 23 કરોડથી વધુ લોકો આ રોગચાળાથી પ્રભાવિત થયા છે. ત્યારે મોટાભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં યુએસ પ્રમુખ જો બિડેનને સોમવારે COVID-19 રસીનો બૂસ્ટર શોટ આપવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસે માહિતી આપતા કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેનને વ્હાઇટ હાઉસમાં તેમની COVID-19 રસી બૂસ્ટર શોટ લીધો છે. ફેડરલ હેલ્થ ઓફિસરોએ બૂસ્ટર ડોઝની મંજૂરી આપ્યા બાદ બિડેનને ફાઇઝર રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.
બૂસ્ટર શોટ લેતા પહેલા, બિડેને કહ્યું: 'અમે જાણીએ છીએ કે આ રોગચાળાને હરાવવા અને જીવન બચાવવા, અમારા બાળકોને સુરક્ષિત રાખવા, અમારી શાળાઓ ખુલ્લી રાખવા, આપણી અર્થવ્યવસ્થા ચાલુ રાખવા માટે આપણે રસી લેવી જરૂરી છે.’
લોકોને રસી લેવા અપીલ કરી
બિડેનને આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે, તેમણે લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરી અને કહ્યું, 'કૃપા કરીને યોગ્ય કામ કરો. કૃપા કરીને આ શોટ્સ લો. તે તમારું જીવન બચાવી શકે છે અને તે તમારી આસપાસના લોકોનું જીવન બચાવી શકે છે.’
બિડેને કહ્યું છે કે 'બૂસ્ટર ડોઝ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી વધુ મહત્વની બાબત એ છે કે આપણે વધુ લોકોને રસી આપવી જોઈએ.' તેમણે વધુમાં કહ્યું કે 'મોટાભાગના અમેરિકનો યોગ્ય કામ કરી રહ્યા છે. 77 ટકાથી વધુ વયસ્કોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધી છે. લગભગ 23 ટકા લોકોએ હજુ સુધી રસીનો એક પણ ડોઝ લીધો નથી.’
અહેવાલ છે કે જહોનસન એન્ડ જહોનસન નો બૂસ્ટર ડોઝ પણ ટૂંક સમયમાં અમેરિકામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, અમેરિકા ચોક્કસપણે કોરોનાના સંભવિત લહેરથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અન્ય દેશો આ બૂસ્ટર ડોઝના ખ્યાલ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ગરીબ દેશો હાલમાં રસી કટોકટીનો સામનો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં અમેરિકાએ પહેલા અન્ય જરૂરિયાતમંદ દેશોને રસીનો પુરવઠો વધારવો જોઈએ, પછી બૂસ્ટર્સ વિશે વિચારવું જોઈએ.