શોધખોળ કરો

US China Trade War: ટ્રમ્પની ચીનને ધમકી, કહ્યું'...તો 50 ટકા ટેક્સ લગાવીશું'

આ પછી ચીને કાર્યવાહી કરતા અમેરિકા પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચીની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી

US China Trade War:  અમેરિકા તરફથી વિશ્વભરના દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાથી ટ્રેડ વોર યુદ્ધ શરૂ થયું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા ચીનની ચીજવસ્તુઓ પર પહેલાથી જ 20 ટકા ટેરિફ લાદી દીધો છે. હવે તેઓએ ચીન પર 34 ટકાનો પારસ્પરિક ટેરિફ લાદ્યો છે, ત્યારબાદ ચીની માલ પરનો ટેરિફ વધીને 54 ટકા થઈ ગયો છે. આ પછી ચીને કાર્યવાહી કરતા અમેરિકા પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો. ટ્રમ્પે ચીની આયાત પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેનાથી ચીની માલ પરનો ટેરિફ 70 ટકા સુધી વધી જશે.

અમેરિકાએ ચીનને એક દિવસનો સમય આપ્યો

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ચીન આવતીકાલ (મંગળવાર 8 એપ્રિલ 2025) સુધીમાં તેમના પ્રારંભિક ટેરિફના જવાબમાં અમેરિકન માલ પર લાદવામાં આવેલા વધારાના ટેરિફ પાછા નહીં ખેંચે તો તેઓ બુધવાર સુધીમાં ચીની આયાત પર 50 ટકા ટેરિફ લાદશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે જો જવાબી ટેરિફ પાછા ખેંચવામાં નહીં આવે તો અમેરિકા ચીન સાથેની બધી વાટાઘાટો સમાપ્ત કરશે.

ચીને અમેરિકા પર લગાવ્યો ટેરિફ

ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે (4 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે 10 એપ્રિલથી અમેરિકાથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 34 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવશે. ચીને અમેરિકાના ટેરિફને ગુંડાગીરી ગણાવી હતી અને કહ્યું હતું કે તે માત્ર અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ વૈશ્વિક આર્થિક વિકાસ અને સપ્લાય ચેઇનને પણ જોખમમાં મૂકશે.

ચીને ખોટું પગલું ભર્યું - ટ્રમ્પ

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 34 ટકા ટેરિફ લાદવાના નિર્ણયને ગભરાટ ભર્યો ગણાવ્યો હતો. "ચીને ખોટું પગલું ભર્યું છે. તેઓ ગભરાઈ રહ્યા છે. આ એવી વસ્તુ છે જે તેઓ પરવડી શકે તેમ નથી. ચીનના બદલો લેવાના ટેરિફ તેમને ખૂબ મોંઘા પડશે.

ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના નવા ટેરિફની આકરી ટીકા કરી છે. ચીને કહ્યું કે અમેરિકા એવા પગલાં લઈ રહ્યું છે જે માત્ર તેના ફાયદા માટે છે અને બીજાને નુકસાન પહોંચાડવા માટે. તેને એકપક્ષીય વલણ ગણાવતા ચીને કહ્યું કે ધમકીઓ અને દબાણથી વાતચીત ન થઈ શકે.

લિન જિયાને આ વાત કહી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એએફપીને જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ પારસ્પરિક કરના નામે વિશ્વને ધમકાવવા માંગે છે. તે પોતાના ફાયદા માટે અન્ય દેશોના હિતોની અવગણના કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય નિયમોની જગ્યાએ પોતાના નિયમો લાદી રહ્યું છે." જિયાને કહ્યું, "આ સંપૂર્ણપણે એકતરફી વિચારસરણી, સ્વાર્થી નીતિ છે. અમેરિકા પોતાનું આર્થિક વર્ચસ્વ વધારવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
Advertisement

વિડિઓઝ

India-US trade deal : ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝાટકો!, ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત
NISAR Satellite Launching : ભારતે રચ્યો ઇતિહાસ, ઈસરો-નાસાના સંયુક્ત મિશન NISARનું લોન્ચિંગ
Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
Kheda News: ખેડાના ઠાસરા નગરપાલિકાના શૌચાલયને તાળા મારતા વેપારીઓ અને સ્થાનિકોને થઈ રહી છે હાલાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?
ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
Ladakh: ગલવાનમાં મોટી દુર્ઘટના, સેનાના વાહન પર ભેખડ ધસી પડી, 2 અધિકારી શહીદ
Ladakh: ગલવાનમાં મોટી દુર્ઘટના, સેનાના વાહન પર ભેખડ ધસી પડી, 2 અધિકારી શહીદ
ગુજરાતના મહેમાન બન્યા CM ઓમર અબ્દુલ્લા,કલમ 370 અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો
ગુજરાતના મહેમાન બન્યા CM ઓમર અબ્દુલ્લા,કલમ 370 અને આતંકવાદને લઈને ઉઠાવ્યા સવાલો
Embed widget