Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
ભાવનગર મહાનગરપાલિકામાં સમાયેલા ગામડાઓની હાલત છે કફોડી. નવા ભળેલા વિસ્તારના રહીશો પાસેથી મહાનગરપાલિકાનો ટેક્સ વસુલાય છે. પણ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. રોડ - રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પણ નથી. ચોમાસામાં ગામડાઓમાં છવાયું છે કાદવ- કીચડનું સામ્રાજ્ય. આ ગામડાઓ છે અધેવાડા અને અકવાડા. મેયરે એવો લુખ્ખો દિલાસો આપ્યો કે આવનારા દિવસોમાં અહીં વિકાસના કામો થશે. પણ વિપક્ષનું કહેવું છે કે આ બધી ખાલી વાતો છે. ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.. ભાવનગર શહેરના કુલ 13 વોર્ડ છે. જેમાં 11 નંબર અને 13 નંબરના વોર્ડમાં અધેવાડા અને અકવાડા ગામનો સમાવેશ થાય છે. આ ગામ પહેલા ભાવનગર ગ્રામ પંચાયતમાં આવતા હતા. પરંતુ સીમાંકન બદલાયા બાદ કુલ છ ગામોનો સમાવેશ ભાવનગર મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો. જેમાં અધેવાડા, અકવાડા, નારી, સીદસર, રુવા અને તરસમિયા ગામનો સમાવેશ થાય છે.. આ ગામડાઓ મહાનગરપાલિકામાં સમાવાયા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.. સ્થાનિકોની માગ છે કે નામ મુજબનું કામ કરવામાં આવે અને સુવિધા પૂૂરી પાડવામાં આવે..





















