શોધખોળ કરો

ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો

ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડે ગંભીર આરોપ લગાવ્યો છે કે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં દારૂનો અડ્ડો બંધ કરાવવા અંગે ફરિયાદ કરતાં બુટલેગરોએ તેમના પર હુમલો કર્યો હતો.

BJP vice president attacked: ભાવનગરમાં શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રાઠોડે જણાવ્યું કે દારૂના અડ્ડા બંધ કરાવવા અંગે ફરિયાદ કરવા બદલ તેમના પર હુમલો થયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન, તેમણે PI ભાગ્યેશ્વરીબા ઝાલા પર બુટલેગરોને છાવરવાનો અને ફરિયાદ ન લેવાનો જાહેરમાં આરોપ મૂક્યો. જોકે, ભાવનગરના SP હર્ષદ પટેલ એ પ્રાથમિક તપાસમાં આ ઘટનાને પારિવારિક મિલકત વિવાદ અને મારામારીનો મુદ્દો ગણાવ્યો છે. તેમ છતાં, પોલીસ પર લાગેલા ગંભીર આરોપોની DySP દ્વારા તપાસ કરાશે અને જો બેદરકારી જણાશે તો પગલાં લેવાશે તેવી ખાતરી SP એ આપી છે. આ ઘટનાથી શહેરમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

હુમલાનો આરોપ અને પીડિતની પ્રતિક્રિયા

આ ઘટના શહેરના વડવા તલાવડી વિસ્તારમાં બની હતી. ઇજાગ્રસ્ત થયેલા નીતિનભાઈ રાઠોડને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા નીતિનભાઈ રાઠોડે જણાવ્યું કે, તેમણે સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ વડા અને રેન્જ IG સહિત ગૃહમંત્રીને પણ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ફરિયાદ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતાં, અંતે દારૂના અડ્ડા બાબતે ફરિયાદ કરવા બદલ આજે બુટલેગરો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.

પોલીસ પર આક્રોશ અને ગંભીર આરોપો

નીતિનભાઈ રાઠોડ જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તે સમયે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ભાગ્યેશ્વરીબા ઝાલા અને તેમનો સ્ટાફ ફરિયાદ લેવા માટે પહોંચ્યો હતો. આ સમયે, ભોગ બનનાર નીતિનભાઈ રાઠોડે PI ભાગ્યેશ્વરીબા ઝાલા ઉપર જાહેરમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેઓ બુટલેગરોને છાવરી રહ્યા છે અને તેમની ફરિયાદ પર ધ્યાન આપી રહ્યા નથી. નીતિનભાઈ રાઠોડે એ પણ દાવો કર્યો કે તેમના મિલકત સંબંધિત ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે, જ્યારે જૂન 3, 2025 ના રોજ વડવા તલાવડી વિસ્તારમાં આવેલા શિવાજી ચોકમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂના વેચાણ બાબતે તેમણે ફરિયાદ કરી હતી.

હુમલો કરનારાઓમાં હરેશ રાઠોડ, રાકેશ રાઠોડ, ભાવેશ રાઠોડ, મનોજ રાઠોડ સહિતના નશાની હાલતમાં રહેલા ઇસમો હતા તેમ નીતિનભાઈ રાઠોડે જણાવ્યું હતું. કેટલાક ફોટા પણ સામે આવ્યા છે જેમાં કથિત બુટલેગરો દારૂનો અડ્ડો ચલાવતા જોવા મળી રહ્યા છે, જોકે ABP Asmita આ તસવીરોની પુષ્ટિ કરતું નથી.

SP દ્વારા તપાસના આદેશ

સમગ્ર ઘટના અંગે ભાવનગરના SP હર્ષદ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ ઘટના પારિવારિક ઝઘડા અને દુકાન-મકાન સંબંધિત વિવાદને કારણે બની હોવાનું સામે આવ્યું છે, જેમાં આજે સવારે પણ મારામારી થઈ હતી. જોકે, SP એ એ પણ સ્પષ્ટતા કરી કે, ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ દ્વારા પોલીસ ઉપર જે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને DySP દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે. SP હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું કે, જો આ તપાસમાં પોલીસની કોઈ બેદરકારી જણાશે, તો જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
Chandipura Virus: ભાવનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતાં હડકંપ, તંત્ર થયું દોડતું
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget