શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિ બનતાં જ બાઇડેને ટ્રમ્પનો મોટો ફેંસલો પલટ્યો, કરી આ મોટી જાહેરાત
બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ બાદ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, સત્તા અને લાભ માટે ઘણા બધા જૂઠૂ બોલી ગયા.
વોશિંગટન: અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે 78 વર્ષના જો બાઇડેને આજે યુએસ કેપિટલમાં શપથ લીધા હતા. જ્યારે ભારતીય મૂળની કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે.
બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ બાદ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, સત્તા અને લાભ માટે ઘણા બધા જૂઠૂ બોલી ગયા. તેમણે કહ્યું કે, આપણે એકબીજાનો હાથ પકડવાની જરૂર છે. બાઈડેને કહ્યું હું તમામ અમેરિકીઓનો રાષ્ટ્રપતિ છું. આપણે સંવિધાન અને લોકતંત્રની રક્ષા કરવાનું છે.
શપથ ગ્રહણ કર્યાના થોડા જ કલાકોમાં તેમણે પેરિસ જળવાયુ સમજૂતીને લઈ મોટી જાહેરાત કરી હતી. તેમણે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય પેરિસ જળવાયુ સમજૂતીમાં અમેરિકાના પરત ફરવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન મુજબ અમેરિકા ફરીથી પેરિસ જળવાયુ સમજૂતીમાં વાપસીની યોજના બનાવી રહ્યું છે.
પેરિસ જળવાયુ સમજૂતી ગ્લોબલ વોર્મિગને નિયંત્રિત કરવા માટે 2015માં હસ્તાક્ષર કરવામાં આવેલી આંતરાષ્ટ્રીય ઐતિહાસિક સમજૂતી પૈકીની એક છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2019ના અંતમાં તેમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી.
મેલાનિયાએ જતા જતા એવું શું કર્યુ કે થઈ રહી છે આલોચના, જાણો વિગત
રાશિફળ 21 જાન્યુઆરીઃ મિથુન, સિંહ રાશિના જાતકો ન કરતાં આ કામ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement