શોધખોળ કરો

US President : જો બાઈડનના કૂતરાએ વ્હાઈટ હાઉસમાં મચાવ્યો હાહાકાર

ડોગ કમાન્ડર એક અધિકારીને હાથ અને જાંઘ પર કરડી ગયો હતો. તેને વ્હાઇટ હાઉસની મેડિકલ ટીમ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

US President Dog: અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડનના કૂતરા કમાન્ડરે ઓક્ટોબર 2022થી જાન્યુઆરી 2023 વચ્ચે ઓછામાં ઓછા 10 વખત સિક્રેટ સર્વિસના અધિકારીઓને કરડ્યો છે. વોશિંગ્ટન સ્થિત રૂઢિવાદી જૂથ જ્યુડિશિયલ વોચના હાથ લાગેલા ઈમેલ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ડોગ કમાન્ડર એક અધિકારીને હાથ અને જાંઘ પર કરડી ગયો હતો. તેને વ્હાઇટ હાઉસની મેડિકલ ટીમ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

રૂઢિચુસ્ત જૂથ જ્યુડિશિયલ વૉચના ઇમેઇલ્સ સૂચવે છે કે, 2 વર્ષના કમાન્ડરને વ્હાઇટ હાઉસમાં તેના નવા વાતાવરણમાં સમાયોજિત કરવામાં મુશ્કેલી આવી રહી છે. બાઈડનના જર્મન શેફર્ડ જાતિના કૂતરાએ અન્ય એજન્ટને ડાબી જાંઘ પર કરડ્યો હતો. જ્યારે કમાન્ડર ફર્સ્ટ લેડી જીલ બાઈડન સાથે જ ફરે છે. ઈમેલ મુજબ, ઓક્ટોબર 2022થી જાન્યુઆરી 2023 સુધી કમાન્ડર દ્વારા કરડવાની છ ઘટનાઓ બની હતી. જેને અધિકારીઓ પાસેથી તબીબી સહાયની જરૂર પડી હતી.

બાઈડનનો કૂતરો કમાન્ડર મુશ્કેલી સર્જનાર પ્રથમ કૂતરો નથી. અગાઉ માર્ચ 2021માં બાઈડનના કૂતરા મેજરે વ્હાઇટ હાઉસના સ્ટાફ સભ્યને કરડ્યો હતો.

બાઈડન ખુદ કરી રહ્યા છે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ

વ્હાઇટ હાઉસના પ્રવક્તા એલિઝાબેથ એલેક્ઝાન્ડરના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસ સંકુલ પરિવારના પાલતુ પ્રાણીઓ માટે એક અલગ અને તણાવપૂર્ણ સ્થળ છે. બાઈડન પરિવાર દરેક માટે પરિસ્થિતિને વધુ સારી બનાવવાની રીતો પર કામ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે 2 વર્ષના જર્મન શેફર્ડ માટે દોડવા અને વ્યાયામ કરવા માટે નિયુક્ત વિસ્તારો નક્કી કર્યા છે.

ડૉગ કમાન્ડરને ડેલવેર મોકલવામાં આવ્યો

સિક્રેટ સર્વિસના ચીફ પ્રવક્તા એન્થોની ગુગલીએલ્મીએ કહ્યું હતું કે, "અમે અમારા કર્મચારીઓની સલામતી અને ભલાઈને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, બાઈડનને ડિસેમ્બર 2021માં તેના ભાઈ જેમ્સ તરફથી ભેટ તરીકે કૂતરો કમાન્ડર મળ્યો હતો અને તે જર્મન શેફર્ડ જાતિનો છે. એન્થોની ગુગલીએલ્મીએ કહ્યું હતું કે, વ્હાઇટ હાઉસના અધિકારીઓને કરડવાની ઘટનાઓ બાદ કમાન્ડ સર્વિસ ઓફિસરો અને કમાન્ડરને કમાન્ડર સાથે મોકલવામાં આવ્યા હતા.

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જો બાઈડન 80 વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે. તેઓ 78 વર્ષની વયે ચૂંટાયેલા સૌથી વૃદ્ધ ઉમેદવાર તરીકે 2021માં વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે સત્તામાં રહેતા ગયા વર્ષે પોતાનો 80મો જન્મદિવસ ઉજવનારા યુનાઇટેડ સ્ટેટ્સના એકમાત્ર વર્તમાન પ્રમુખ બન્યા હતા. પરંતુ ચિંતાની વાત એ છે કે, આટલી ઉંમરના કારણે તેમનું સ્વાસ્થ્ય હવે જવાબ આપવા લાગ્યું છે. તેમનું શરીર તેમને યોગ્ય રીતે સાથ નથી આપતું જેના કારણે તેને વારંવાર શરમનો સામનો કરવો પડે છે.

વધતી ઉંમર સાથે બાઈડનને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવી પણ સામાન્ય વાત બની ગઈ છે. તેઓ અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ બાઈડન ઊંઘતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. આ જ કારણ છે કે સૂતી વખતે તેમને સતત CAPA આપવામાં આવે છે. CAPA અથવા CAPM (કંટીન્યુઅસ એરવે પ્રેશર મશીન) દ્વારા તે રાત્રે શાંતિથી સૂઈ શકે છે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી હતી. વ્હાઈટ હાઇસના પ્રવક્તા એન્ડ્રુ બેટે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિની મેડિકલ હિસ્ટ્રી દર્શાવે છે કે, તેઓ 2008થી ઊંઘની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ગત રાત્રે તેણે સીએપીએ મશીનનો ઉપયોગ કર્યો હતો. આવા તબીબી ઇતિહાસ ધરાવતા લોકો માટે આ ખૂબ જ સામાન્ય છે.

રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, જો બાઈડન શ્વસન મશીનનો ઉપયોગ કરે છે. સૂતી વખતે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ બીમારીનું નામ સ્લીપ એપનિયા છે, જેના કારણે રાષ્ટ્રપતિ યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. સૌ પ્રથમ બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા સીએપીએ મશીનના ઉપયોગનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની ઊંઘની સમસ્યા સુધારવા માટે તેમણે થોડા અઠવાડિયા માટે CAPAનો ઉપયોગ કરવો પડ્યો હતો. તાજેતરના દિવસોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાએ જો બાઈડનના ચહેરા પર લાંબા પટ્ટાના ડાઘ જોવા મળ્યા હતાં. ત્યારબાદ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, તે શ્વાસ લેવા માટે CAPA મશીનનો ઉપયોગ કરે છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget