શોધખોળ કરો
US Election 2020 : બાઈડેન જીતની નજીક, જોર્જિયા, નેવેડા, પેંસિલ્વેનિયામાં લીડ
20 ઈલેક્ટોરલ વોટવાળા પેંસિલવેનિયા રાજ્યમાં બાઈડેન જો જીતી જાય છે તો, તેઓ બહુમત માટે જરૂરી 270નો આંકડો પાર કરી જશે.
![US Election 2020 : બાઈડેન જીતની નજીક, જોર્જિયા, નેવેડા, પેંસિલ્વેનિયામાં લીડ US Presidential Election 2020 updates elections polling-todayDonald Trump vs Joe Biden US Election 2020 : બાઈડેન જીતની નજીક, જોર્જિયા, નેવેડા, પેંસિલ્વેનિયામાં લીડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/06002630/US-ELECTIONS-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
US Election 2020 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થતું નજર આવી રહ્યું છે. ડેમોક્રેટિક ઉમેદાવર જો બાઈડને જૉર્જિયા બાગ હવે પેન્સિલવેનિયામાં પણ લીડ મેળવી લીધી છે. 20 ઈલેક્ટોરલ વોટવાળા પેંસિલવેનિયા રાજ્યમાં બાઈડેન જો જીતી જાય છે તો, તેઓ બહુમત માટે જરૂરી 270નો આંકડો પાર કરી જશે. ટ્રંપ માટે ખૂબજ મહત્વનું પેંસિલવેનિયા રાજ્ય તેમના હાથમાં જતું નજર આવી રહ્યું છે કારણ કે બાઈડેને 5000થી વધુ વોટોની લીડ મેળવી લીધી છે. પેંસિલવેનિયામાં ટ્રંપની હાર તેમને મુકાબલામાંથી બહાર કરી દેશે.
ચાર મહત્વના રાજ્યોમાં બાઈડેન ટ્રંપથી આગળ ચાલી રહ્યાં છે. બાઈડેન જોર્જિયામાં 1097 વોટથી,. પેંસિલવેનિયામાં 5587 વોટથી, નેવાડામાં 11,438 વોટથી અને એરિઝોનામાં 47,052 વોટથી આગળ ચાલી રહ્યાં છે.
પેંસિલવેનિયામાં બાઈડેનને લીડ મળતા ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ફિલાડેલ્ફિયાની ચૂંટણી ઈમાનદારીને લઈ ખૂબજ ખરાબ ઈતિહાસ રહ્યો છે.” જણાવી દઈએ કે, ફિલાડેલ્ફઇયાના મેલ બેલેટના નવીનતમ બેચે બાઈડેનને પેંસિલવેનિયામાં 5000 થી વધુ મતની લીડ આવી એક મજબૂત સ્થિતિમાં લાવી દીધાં છે.
“Philadelpiha has got a rotten history on election integrity.” @Varneyco @FoxBusiness
— Donald J. Trump (@realDonaldTrump) November 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)