શોધખોળ કરો
Advertisement
Corona: એક દિવસથી મરનારાઓના આંકડામાં અમેરિકાએ નોંધાવ્યો રેકોર્ડ, 24 કલાકમાં થયા આટલા બધા મોત
અમેરિકામાં હાલના સમયે સંક્રમિતોની સંખ્યા 6 લાખ 13 હજાર 886 પર પહોંચી છે, આમાંથી 5 લાખ 49 હજાર 19 એક્ટિવ કેસ છે
વૉશિંગટનઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોનાએ કેર મચાવ્યો છે, કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે સાથે સાથે મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં એક જ દિવસમાં રેકોર્ડ મૃત્યુનો આંકડો નોંધાયો છે.
રિપોર્ટ છે કે, છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી રેકોર્ડ 2228 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ એક દિવસમાં સૌથી વધુ મોત થવાનો રેકોર્ડ આંકડો છે.
વેબસાઇટ વર્લ્ડઓમીટર અનુસાર, અમેરિકામાં હાલના સમયે સંક્રમિતોની સંખ્યા 6 લાખ 13 હજાર 886 પર પહોંચી છે, આમાંથી 5 લાખ 49 હજાર 19 એક્ટિવ કેસ છે. જ્યારે 13 હજાર 473 ગંભીર રીતે બિમાર છે.
દેશમાં અત્યાર સુધી 26 હજાર 47 લોકોના મોત થઇ ચૂક્યા છે, જે કોઇપણ દેશ કરતાં સૌથી વધુ છે. વેબસાઇટ અનુસાર અમેરિકામાં અત્યાર સુધી 38 હજાર 820 લોકો સાજા થઇ ચૂક્યા છે.
નોંધનીય છે કે, અમેરિકામાં સૌથી વધુ કોરોના પૉઝિટીવ કેસોના મોતની સંખ્યા ન્યૂયોર્કમાંથી સામે આવી છે, ન્યૂયોર્કમાં 10 હજાર 834 લોકો કાતિલ કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. અહીં સૌથી વધુ 2 લાખ 3 હજાર 123 કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement