Vladimir Putin Law: વિદેશી શબ્દોના ઉપયોગ પર રશિયામાં લાગ્યો પ્રતિબંધ, વ્લાદિમીર પુતિનનો નવો કાયદો
રશિયન અધિકારીઓ ઔપચારિક રીતે રશિયન ભાષાનો ઉપયોગ કરવા માટે બંધાયેલા રહેશે
Russia: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના સરકારી અધિકારીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો છે. વાસ્તવમાં, પુતિનના આદેશ અનુસાર, અધિકારીઓએ સત્તાવાર કામ દરમિયાન વિદેશી શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે. પુતિનના નવા કાયદા અનુસાર, રશિયન અધિકારીઓ ઔપચારિક રીતે રશિયન ભાષાનો ઉપયોગ કરવા માટે બંધાયેલા રહેશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, સરકારની સત્તાવાર વેબસાઇટ જણાવે છે કે નવા સુધારાનો હેતુ રશિયાની સ્થિતિનું રક્ષણ અને સમર્થન કરવાનો છે. વધુમાં, એવું લખવામાં આવ્યું છે કે રશિયન ફેડરેશનની રાજ્ય ભાષા તરીકે રશિયનનો ઉપયોગ કરતી વખતે આધુનિક રશિયનના ધોરણોને અનુરૂપ ન હોય તેવા શબ્દો અને અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. જો કે, કેટલાક અપવાદ શબ્દોને મુક્તિ આપવામાં આવશે.
અહેવાલમાં જણાવાયું છે કે આદેશને અનુસરીને સરકારી કમિશન આવા પ્રકાશનો માટે જરૂરીયાતો જાહેર કરતી સૂચિનું સંકલન અને સમર્થન કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ સાથે કેબિનેટ દ્વારા શબ્દકોશોને પણ મંજૂરી આપવામાં આવશે.
અશ્લીલ શબ્દોના ઉપયોગ પર પહેલાથી જ પ્રતિબંધ છે
આ નવા કાયદા પહેલા અધિકારીઓને અશ્લીલતા સહિત આધુનિક સાહિત્યિક રશિયન ભાષાના ધોરણોને અનુરૂપ ન હોય તેવા શબ્દો અને શબ્દસમૂહોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ હતો. જો કે, નવા કાયદામાં એવા વ્યક્તિઓ માટે દંડનો સમાવેશ થતો નથી કે જેઓ અપડેટ કરેલા કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે.
કેટલાક વિદેશી શબ્દોને મુક્તિ આપવામાં આવશે
પ્રાપ્ત માહિતી અનુસાર, હજુ પણ ઉપયોગમાં લઈ શકાય તેવા વિદેશી શબ્દોની એક અલગ સૂચિ પ્રકાશિત કરવામાં આવશે, આ શબ્દોની સૂચિ શબ્દકોશો અને સંદર્ભ પુસ્તકોમાં પ્રકાશિત કરવામાં આવશે.
US Drone : દાઉદ જેવા આતંકીઓની હવે ખેર નહીં, બટન દબતા જ દુશ્મનનો ખેલ ખતમ
Developing Lethal Drones with Facial Recognition : ભારત માટે હંમેશાથી માથાનો દુ:ખાવો રહેલો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના જેવા દુનિયાના માફિયાઓ અને આતંકીઓનો પલભરમાં જ ખાતમો કરવા અમેરિકા મેદાને પડ્યું છે. અમેરિકા આ પ્રકારની ટેક્નોલોજી વિકસાવવા હવે હાથવેંત જ દૂર છે. અમેરિકી વાયુસેના માટે એક ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે મનુષ્યોના ચહેરાને ઓળખીને તેમને નિશાન બનાવશે. આ એક એવી ટેક્નોલોજી છે જે અત્યાર સુધી માત્ર હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જ જોવા મળતી હતી. પરંતુ ટૂંક સમયમાં આ ટેકનિક યુએસ એરફોર્સ માટે હકીકત બનશે. તેને ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ન્યૂ સાયન્ટિસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે, વાયુસેનાએ આ માટે $729 મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેનું નિર્માણ સિએટલ સ્થિત ફર્મ રિયલ નેટવર્ક્સ દ્વારા કરવામાં આવશે. કંપની દ્વારા સિક્યોર એક્યુરેટ ફેશિયલ રેકગ્નિશન (SAFR) પ્લેટફોર્મ એરફોર્સના ડ્રોનમાં ફીટ કરવામાં આવશે. આખરે આ સોફ્ટવેર શું છે અને તે ડ્રોન પર કેવી રીતે કામ કરશે?
ટેક્નિક કેવી રીતે કામ કરશે?
SAFR એ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે જે ચહેરા અને વ્યક્તિના આધારે કમ્પ્યુટર વિઝન હેઠળ કામ કરે છે. કંપનીનો દાવો છે કે, તેમનો સોફ્ટવેર ચહેરાની ઓળખ પર 99.87 ટકા સચોટ છે. સાથે જ તેમાં એટલી ક્ષમતા છે કે, તે અનેક કિલોમીટર દૂરથી પણ કોઈનો ચહેરો ઓળખી શકે છે. કંપનીએ અમેરિકી એરફોર્સ સાથે જે કોન્ટ્રાક્ટ કર્યો છે તે મુજબ આ સોફ્ટવેર નાના ડ્રોન પર ફીટ કરવામાં આવશે. ઉપરાંત તેઓનો ઉપયોગ વિદેશમાં વિશેષ કામગીરી અને ગુપ્ત માહિતી માટે જ કરવામાં આવશે.