શોધખોળ કરો

પુતિનને સતાવે છે હત્યાનો ડર! બચવા માટે ગુપ્ત ટ્રેન અને માર્ગનો ઉપયોગ કરે છે, ભોજપન પર તપાસીને ખાય છે

Vladimir Putin: ભૂતપૂર્વ રશિયન એફએસઓ કેપ્ટન ગ્લેબ કારાકુલોવ કહે છે કે રશિયન રાષ્ટ્રપતિ તેમના જીવનો ડરે છે.

Vladimir Putin Secret Information: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની હત્યાથી ચિંતિત છે. એક રિપોર્ટ અનુસાર, તે પોતાનો જીવ બચાવવા માટે ગુપ્ત ટ્રેન અને ગુપ્ત માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO)ના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા માટે લેવામાં આવેલા તમામ પગલાં વિશે માહિતી આપી છે.

બ્રિટિશ દૈનિક ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, કારાકુલોવે ગુપ્ત ટ્રેન નેટવર્ક વિશે જણાવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલગ અલગ શહેરોમાં સમાન ઓફિસ છે. તેઓ તેમના ઠેકાણા છુપાવવા માટે ગુપ્ત ટ્રેન નેટવર્કનો ઉપયોગ કરે છે. ગ્લેબ કારાકુલોવે રાજકીય માહિતી સંસ્થા ડોઝિયર સેન્ટર સાથેની મુલાકાતમાં પુતિન સાથે જોડાયેલી માહિતી આપી હતી. રશિયન અબજોપતિ મિખાઇલ ખોડોરકોવસ્કીએ ડોઝિયર સેન્ટરની સ્થાપના કરી છે. તે જ સમયે, કારાકુલોવે પુતિનના ગુપ્ત ટ્રેન નેટવર્કના અસ્તિત્વની પુષ્ટિ કરી. ગ્લેબ કારાકુલોવે અગાઉ પુતિનના કેટલાક સૌથી ગુપ્ત સંદેશાઓ પહોંચાડવામાં મદદ કરી છે.

'રશિયન રાષ્ટ્રપતિને પોતાનો જીવ જવાનો ડર છે'

રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO)ના ભૂતપૂર્વ કેપ્ટન ગ્લેબ કારાકુલોવે પુતિનને યુદ્ધ અપરાધી ગણાવ્યા હતા. તેણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પોતાના જીવ માટે ડરે છે. રશિયન રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસમાં ફાયર ફાઈટર, ફૂડ ટેસ્ટર અને એન્જિનિયર સામેલ છે.

કારાકુલોવે તેમની સુરક્ષા સેવાઓના અહેવાલો પર પુતિનની નિર્ભરતા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે પુતિન મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. 2020 માં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, પુતિનના વર્તન અને જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે. ત્યારબાદ પુતિને લગભગ તમામ મુસાફરી અને જાહેર સ્થળોએ જવાનું બંધ કરી દીધું.

નકલી મોટરસાઇકલ અને પ્લેનનો ઉપયોગ...

કારાકુલોવના જણાવ્યા અનુસાર, રશિયન રાષ્ટ્રપતિની સેન્ટ પીટર્સબર્ગ, સોચી અને નોવો-ઓગાર્યોવોમાં ઓફિસ છે. પુતિનની ગુપ્ત સેવાઓ વિદેશી ગુપ્તચરોથી તેમની પ્રવૃત્તિઓ છુપાવવા અને કોઈપણ હત્યાના પ્રયાસોને રોકવા માટે નકલી મોટરસાયકલ અને વિમાનોનો ઉપયોગ કરે છે.

કારાકુલોવે પુષ્ટિ આપી કે પુતિને પોતાની જાતને વિવિધ વસ્તુઓથી ઘેરી લીધી છે. જ્યારે પણ પુતિન ક્યાંક જાય છે, ત્યારે તેઓ તેમની સાથે અંગત સંપર્ક ધરાવતા લોકોની સંખ્યાને ખૂબ મર્યાદિત કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Embed widget