શોધખોળ કરો

રાજકારણમાં ડેબ્યુ કર્યાં પહેલા ડોનાલ્ડ ટ્રમ શું કરતા હતા, જાણો કેસિનો ચલાવનાર કેવી રીતે બન્યા રાષ્ટ્રપતિ

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ મુકાબલો છે. હેરિસ (60) ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને 78 વર્ષીય ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.

આજે સાંજથી મતદાન શરૂ થવા જઈ રહ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચૂંટણીમાં જોરદાર ટક્કર છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ એક શક્તિશાળી વક્તા અને કુશળ નેતા તરીકે ઉભરી આવ્યા છે. શું તમે જાણો છો કે સતત ત્રણ વખત અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો રજૂ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ રાજનેતાના પરિવારમાંથી નથી. રિયલ એસ્ટેટ બિઝનેસમેનના ઘરે જન્મેલા ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણમાં કેવી રીતે આવ્યા? વળી, ડોનાલ્ડ ટ્રમ્પનું પારિવારિક જીવન કેવું છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ બિઝનેસમેન ફ્રેડ ટ્રમ્પના ચોથા સંતાન છે. 1968 માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેઓ તેમના પિતાના રિયલ એસ્ટેટ વ્યવસાયમાં જોડાયા. ટ્રમ્પે તેના પિતા સાથે ઘણા પ્રોજેક્ટ કર્યા અને બ્રાન્ડ તરીકે પોતાનું નામ વિકસાવ્યું. વર્ષ 2000માં ‘ધ એપ્રેન્ટિસ’ નામના ટીવી શોએ ટ્રમ્પને ખૂબ જ ઓળખ આપી. ટ્રમ્પે શોના હોસ્ટ તરીકે લોકપ્રિયતા મેળવી, તેમની વ્યાપારી કુશળતા દર્શાવી.

રાજકારમાં કેવી રીતે થઇ એન્ટ્રી

તેમણે રાજકારણમાં વર્ષ 1980માં  કર્યું.ટ્રમ્પે 2015માં રિપબ્લિકન પાર્ટી હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેમની ઝુંબેશની શૈલી આક્રમક અને વિવાદાસ્પદ હતી, પરંતુ તેમને વ્યાપક સમર્થન મળ્યું હતું. 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવીને ચૂંટણી જીતી હતી અને આ ટ્રમ્પની રાજકીય કારકિર્દીની વાસ્તવિક શરૂઆત થઇ હતી.

2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ જો બિડેન સામે હારી ગયા હતા. તેમણે ચૂંટણી પરિણામોને પડકાર્યા હતા અને ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો કર્યા હતા, જે સાબિત થયા ન હતા. કેપિટોલ હિલ પર 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે ટ્રમ્પના ચૂંટણી દાવાઓ સાથે જોડાયેલો હતો. બીજી તરફ કેપિટોલ પર હુમલા બાદ ટ્રમ્પની રાજકીય કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હતી.

પારિવારિક જીવન કેવું છે?

ટ્રમ્પનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ ઇવાના ટ્રમ્પ, બીજી માર્લા મેપલ્સ અને વર્તમાન પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. તેને પાંચ બાળકો છે. ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા, એરિક, ટિફની અને બેરોન. ટ્રમ્પ પર જાતીય ગેરવર્તણૂક અને લગ્નેતર સંબંધોનો પણ આરોપ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget