Dalai Lama News: ઉત્તરાધિકારી કોણ? દલાઇ લામાએ કર્યો ખુલાસો, ચીન વિશે કરે આ સ્પષ્ટતા
Dalai Lama: દલાઈ લામાના 15મા ઉત્તરાધિકારી કોણ હશે તે હજુ સુધી જાહેર થયું નથી, પરંતુ આ બાબતે દલાઈ લામા તરફથી પ્રતિક્રિયા આવી છે.

Dalai Lama News: તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા ટૂંક સમયમાં 90 વર્ષના થશે. તેમની ઉંમરને કારણે, ઉત્તરાધિકાર અંગેની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે. હાલમાં, 14મા દલાઈ લામા છે જે 15મા દલાઈ લામાને તેમના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરશે. દલાઈ લામાને પસંદ કરવાની આ પરંપરા લગભગ 600 વર્ષથી ચાલી આવી રહી છે. 14મા દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોએ તેમના ઉત્તરાધિકારી અંગે નિવેદન આપ્યું છે. એક અહેવાલ મુજબ, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉત્તરાધિકારીની પસંદગી તિબેટીયન બૌદ્ધ પરંપરાઓ અનુસાર કરવામાં આવશે. આમાં ચીનની કોઈ ભૂમિકા રહેશે નહીં.
દલાઈ લામાએ ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટને ઉત્તરાધિકારીની પસંદગી કરવાની જવાબદારી સોંપી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે દલાઈ લામા સંસ્થા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેમના સત્તાવાર નિવેદનમાં, તેમણે 2011 માં આપેલા વચનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 24 સપ્ટેમ્બર 2011 ના રોજ એક બેઠકમાં, આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે સંસ્થાએ આગળ કાર્ય ચાલુ રાખવું જોઈએ.
દલાઈ લામાએ પોતાના શબ્દો યાદ કરાવ્યા, "જ્યારે હું લગભગ 90 વર્ષનો થઈશ, ત્યારે હું તિબેટીયન બૌદ્ધ પરંપરાઓના ઉચ્ચ લામાઓ, તિબેટીયન જનતા અને તિબેટીયન બૌદ્ધ ધર્મનું પાલન કરતા અન્ય ચિંતિત લોકો સાથે સલાહ લઈશ, જેથી દલાઈ લામાની સંસ્થા ચાલુ રાખવી જોઈએ કે નહીં તે અંગે વિચારણા કરી શકાય."
દલાઈ લામાના નિવેદન પછી ચીન નારાજ થઈ શકે છે
દલાઈ લામાએ ઉત્તરાધિકારી અંગેના તેમના નિવેદન પછી ચીનનો તણાવ વધાર્યો છે. તેમણે કહ્યું છે કે, આમાં ચીનની કોઈ ભૂમિકા રહેશે નહીં.
તિબેટના લોકોની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો
દલાઈ લામાએ તેમના નિવેદનમાં કહ્યું, "તિબેટના લોકોએ મને પત્ર લખીને અપીલ કરી છે કે ,દલાઈ લામા સંસ્થા ચાલુ રહે. આધ્યાત્મિક પરંપરાઓના નેતાઓ, નિર્વાસિત તિબેટીયન સંસદના સભ્યો, ખાસ સામાન્ય સભાના સહભાગીઓ અને NGO એ પણ પત્રમાં સંસ્થા ચાલુ રાખવાનું કારણ આપ્યું છે."





















