શોધખોળ કરો
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ- કોરોના પર WHOએ લીધો ચીનનો પક્ષ, અગાઉ ન આપી ચેતવણી
ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસના મામલા પર WHO એ ચીનનો પક્ષ લીધો છે અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો.

ન્યૂયોર્કઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં તબાહી મચી છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ વચ્ચે હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર મોટો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસના મામલા પર WHO એ ચીનનો પક્ષ લીધો છે અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, કોરોના વાયરસને લઇને અગાઉ પણ અનેકવાર ચેતવણીઓ આવતી રહી છે પરંતુ WHOએ તેને છૂપાવી હતી. ટ્રમ્પે કહ્યું કે WHO સતત ચીનનો પક્ષ લેતું રહ્યું અને તેને બચાવતું રહ્યું. જો દુનિયાને અગાઉથી તેની જાણકારી હોત તો આટલા લોકોના મોત ના થયા હોત. નોંધનીય છે કે અમેરિકન સાંસદ ગ્રેગે પણ પોતાના એક ટ્વિટમાં WHO પર આરોપ લગાવ્યો હતો બાદમાં સવાલો ઉભા થયા હતા. હવે અમેરિકન સાંસદના આરોપોમાં ટ્રમ્પે પણ સહમતિ બતાવી છે. આ અગાઉ ટ્રમ્પ કોરોના વાયરસને ચીની વાયરસ ગણાવી ચૂક્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે આ વાયરસ ચીનથી આવ્યો છે. ચીનના કારણે ફેલાયો છે અને એટલા માટે તેને ચીની વાયરસ કહેવો પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે.
વધુ વાંચો





















