શોધખોળ કરો

Pope Francis Dies: કોણ હશે આગામી ખ્રિસ્તી ધર્મગુરુ પોપ? રેસમાં આ પાંચ નામ સૌથી આગળ

પોપના નિધન પછી તેમના ઉત્તરાધિકારી અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચાલો જાણીએ કે પોપના ઉત્તરાધિકારી માટે કયા નામો રેસમાં છે.

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકને તેમના મૃત્યુની પુષ્ટી કરી છે. પોપ લાંબા સમયથી બીમાર હતા. તેમના બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો. ઇસ્ટર સન્ડેના બીજા દિવસે પોપ ફ્રાન્સિસનું અવસાન થયું. રવિવારે ઇસ્ટરના અવસર પર તેમણે લોકોમાં આશ્ચર્યજનક દેખાવ પણ કર્યો. પોપના નિધન પછી તેમના ઉત્તરાધિકારી અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચાલો જાણીએ કે પોપના ઉત્તરાધિકારી માટે કયા નામો રેસમાં છે.

લુઈસ એન્ટોનિયો (ફિલિપાઈન્સ)

ખ્રિસ્તીઓના નવા ધર્મગુરુની રેસમાં લુઈસ એન્ટોનિયો ટેંગલ હાલમાં રેસમાં સૌથી આગળ છે. લુઇસ એન્ટોનિયોની ઉંમર 67 વર્ષ છે તેમને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તે ફ્રાન્સિસના સૌથી નજીકના અને સૌથી વિશ્વાસુ લોકોમાંના એક છે. તેમને પોપની જવાબદારી સંભાળવા માટે પૂરતા અનુભવી માનવામાં આવે છે.

પિએટ્રો પારોલિન (ઇટાલી)

વેટિકનના ટોચના અધિકારીઓમાં 70 વર્ષીય પિએટ્રો પારોલિનનું નામ પણ સામેલ છે. 2013થી વેટિકનના વિદેશ મંત્રી તરીકે તેમણે રાજદ્વારી બાબતોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આમાં ચીન અને મધ્ય પૂર્વ સરકારો સાથે સંવેદનશીલ વાટાઘાટોનો સમાવેશ થાય છે. પેરોલિન ફ્રાન્સિસના ચોક્કસ કાર્યોમાં સ્થિરતા પ્રદાન કરી શકે છે. વેટિકન બ્યૂરોક્રેસી પર તેમની મજબૂત પકડ તેમને એક મજબૂત ઉમેદવાર બનાવે છે.

 પીટર તુર્કસન (ઘાના)

76 વર્ષીય પીટર તુર્કસન ચર્ચના સોશિયલ જસ્ટિસ સર્કિલમાં એક જાણીતું નામ છે. તેમણે આબોહવા પરિવર્તન, ગરીબી અને આર્થિક ન્યાય સહિત અનેક સામાજિક મુદ્દાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. જો તુર્કસન પોપ તરીકે ચૂંટાય છે, તો તે એક ઐતિહાસિક ક્ષણ હશે. પ્રથમ આફ્રિકન પોપ ગેલેસિયસ હતા, જે 492 થી 496 એડી સુધી પોપ હતા. રોમમાં આફ્રિકન માતાપિતાને ત્યાં જન્મેલા ગેલેસિયસ તેમના ધર્મશાસ્ત્રીય લખાણો અને ગરીબો માટે દાન અને ન્યાયની મજબૂત હિમાયત માટે જાણીતા હતા.

પીટર એર્ડો (હંગેરી)

72 વર્ષીય પીટર એર્ડો એક અગ્રણી રૂઢિચુસ્ત ઉમેદવાર છે. એક આદરણીય કેનન કાયદાના વિદ્વાન, એર્ડો પરંપરાગત કેથોલિક ઉપદેશો અને સિદ્ધાંતોના મજબૂત સમર્થક રહ્યા છે. તેમણે અગાઉ યુરોપિયન બિશપ્સ કોન્ફરન્સ કાઉન્સિલના વડા તરીકે સેવા આપી હતી અને ધર્મશાસ્ત્રીય રૂઢિચુસ્તતા પર ભાર મૂક્યો હતો. જે લોકો જોન પોલ II અને બેનેડિક્ટ XVI ના રૂઢિચુસ્તતા તરફ પાછા ફરવા માંગે છે તેમના માટે એર્ડો ફ્રાન્સિસના અભિગમથી એક મોટો ફેરફાર હશે.

 એન્જેલો સ્કોલા (ઇટાલી)

82 વર્ષીય કાર્ડિનલ એન્જેલો સ્કોલા લાંબા સમયથી પોપપદના દાવેદાર રહ્યા છે. 2013ના પોપ ફ્રાન્સિસની પસંદગી કરનાર કોન્ક્લેવમાં તેઓ સૌથી પ્રિય લોકોમાંના એક હતા. મિલાનના ભૂતપૂર્વ આર્કબિશપ, સ્કોલ, ઊંડા ધર્મશાસ્ત્રીય મૂળ ધરાવે છે અને વધુ કેન્દ્રિત અને વંશવેલો ચર્ચને ટેકો આપતા લોકોને આકર્ષે છે.

આગામી પોપ ક્યારે ચૂંટાશે?

પોપ કોન્ક્લેવ સામાન્ય રીતે પોપના મૃત્યુના 15 થી 20 દિવસ પછી શરૂ થાય છે. આ સમયમાં અંતિમ સંસ્કાર, નોવેમડિયાલ્સ તરીકે ઓળખાતો નવ દિવસનો શોક સમયગાળો અને વિશ્વભરના કાર્ડિનલ્સ માટે વેટિકન સિટીની મુસાફરીનો સમય સામેલ છે. જ્યાં સુધી સિસ્ટિન ચેપલના બંધ દરવાજા પાછળ પોપની પસંદગી ન થાય ત્યાં સુધી ચર્ચમાં વૈચારિક જૂથો સાતત્ય અને વધુ રૂઢિચુસ્ત પરિવર્તન વચ્ચેના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા હોવાથી પરિણામ અનિશ્ચિત રહેશે.

આગામી પોપને વારસામાં એક ચર્ચ મળશે જે એક ક્રોસરોડ પર છે, જે યુરોપ અને ઉત્તર અમેરિકામાં ઘટતા પ્રભાવ, વૈશ્વિક દક્ષિણમાં વિકાસ અને તેના ભવિષ્ય વિશે ચાલી રહેલી આંતરિક ચર્ચાઓ સાથે ઝઝૂમી રહ્યું છે.

આગામી પોપની પસંદગી કેવી રીતે થાય છે?

પોપની પસંદગી સદીઓ જૂની વેટિકન પરંપરાઓ અનુસાર થાય છે. 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ કોલેજ સિસ્ટિન ચેપલની અંદર ગુપ્ત રીતે મતદાન કરશે. નવા પોપને ચૂંટવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે.

જો કોઈ સર્વસંમતિ ન બને તો જરૂરી સમર્થન ધરાવતો ઉમેદવાર બહાર ન આવે ત્યાં સુધી મતદાનના વધારાના રાઉન્ડ ચાલુ રહેશે.

વધુમાં જ્યારે મતદાનના રાઉન્ડમાં સર્વસંમતિ ન બને ત્યારે મતપત્રો બાળી નાખવામાં આવે છે અને સિસ્ટિઇન ચેપલની ચીમનીમાંથી કાળો ધુમાડો ટેલિવિઝન અને સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં રહેલા લોકોને સંકેત આપે છે કે કોન્કલેવ ચાલુ છે. જ્યારે તમે સફેદ ધુમાડો જુઓ છો, ત્યારે સમજો કે નવા પોપ ચૂંટાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Embed widget