શોધખોળ કરો

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

US Tariff on India:ઓગસ્ટમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો અને કહ્યું હતું કે, ભારતે યુએસ બજારમાં અવરોધો ઉભા કર્યા છે અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.

US Tariff on India:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, તેમનું વહીવટીતંત્ર ભારતીય ચોખા અને કેનેડિયન ખાતરો સહિત વિદેશી કૃષિ ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવાનું વિચારી શકે છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠકમાં આ નિવેદન આપ્યું હતું, જ્યાં ખેડૂતોએ સસ્તા વિદેશી ઉત્પાદનોની અમેરિકન બજાર પર અસર અંગે ફરિયાદ કરી હતી. આ બેઠક અમેરિકન ખેડૂતો માટે 12 બિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત દરમિયાન યોજાઈ હતી.

અમેરિકા ખેડૂતો સસ્તા વિદેશી ચોખાથી ચિંતિત છે.

બેઠકમાં હાજર ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, કેટલાક દેશો અમેરિકન બજારમાં ઓછા ભાવે ચોખા વેચી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પે જવાબ આપ્યો, "તેઓ છેતરપિંડી કરી રહ્યા છે." તેમણે સંકેત આપ્યો કે, આ આરોપોની તપાસ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો ટેરિફ લાદવામાં આવશે.

લ્યુઇસિયાનામાં કેનેડી રાઇસ મિલ્સના સીઈઓ મેરિલ કેનેડીએ દાવો કર્યો હતો કે ભારત, થાઇલેન્ડ અને ચીન આ કથિત ડમ્પિંગ માટે મુખ્ય દેશો છે. તેમણે કહ્યું કે ચીન મોટા પ્રમાણમાં ચોખા મોકલી રહ્યું છે, ખાસ કરીને પ્યુઅર્ટો રિકોને, જ્યાં અમેરિકન ચોખાનો પુરવઠો હવે લગભગ બંધ થઈ ગયો છે. કેનેડીએ કહ્યું, "અમે વર્ષોથી ત્યાં ચોખા મોકલ્યા નથી.

ટેરિફ કામ કરી રહ્યા છે, પરંતુ...

મેરિલ કેનેડીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ટેરિફ અસરકારક સાબિત થઈ રહ્યી છે, પરંતુ તેમને વધુ કડક બનાવવાની જરૂર છે. આ મામલે ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, "તમને વધુ જોઈએ છે?" પરંતુ તેમણે સંમતિ આપી કે ડમ્પિંગ કરતા કોઈપણ દેશ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રમ્પે મીટિંગમાં હાજર યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને ખેડૂતો દ્વારા ઉલ્લેખિત દેશોની યાદી નોંધવા સૂચના આપી. જ્યારે ખેડૂતોએ ભારતીય સબસિડી નીતિ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું, ત્યારે ટ્રમ્પે અટકાવ્યું, "પહેલા મને દેશોના નામ જણાવો... ભારત, બીજું કોણ?"

બેસન્ટે ભારત, થાઇલેન્ડ અને ચીનને મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે યાદીમાં વધુ દેશો ઉમેરી શકાય છે, જેની વિગતો પછીથી આપવામાં આવશે. ટ્રમ્પે ખાતરી આપી કે આ બાબતે "ખૂબ જ ટૂંક સમયમાં" કાર્યવાહી કરવામાં આવશે.

કેનેડિયન ખાતર પર પણ નિશાન

ચર્ચા દરમિયાન, ટ્રમ્પે સંકેત આપ્યો કે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે કેનેડાથી આયાત કરાયેલ ખાતર પર પણ ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત અને કેનેડા બંને અમેરિકા સાથે વેપાર કરાર કરી રહ્યા છે, પરંતુ તાજેતરના મહિનાઓમાંવાટાઘાટોમાં બહુ ઓછી પ્રગતિ થઈ છે. ઓગસ્ટમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં ભારત દ્વારા અમેરિકન બજારમાં અવરોધ અને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારત-અમેરિકન વેપાર વાટાઘાટો 10-11 ડિસેમ્બરે

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR) ના કાર્યાલયના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ રિક સ્વિટ્ઝરના નેતૃત્વમાં એક વરિષ્ઠ યુએસ પ્રતિનિધિમંડળ આ અઠવાડિયે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરશે. બંને પક્ષો 10 અને 11 ડિસેમ્બરે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ને આગળ વધારવાનો પ્રયાસ કરશે.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ ભારતીય પક્ષ તરફથી વાટાઘાટોનું નેતૃત્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ વર્ષના અંત સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય ધરાવે છે. 28 નવેમ્બરના રોજ FICCI વાર્ષિક બેઠકમાં બોલતા, અગ્રવાલે કહ્યું, "મને વિશ્વાસ છે કે અમે આ કેલેન્ડર વર્ષમાં કરાર પૂર્ણ કરીશું."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Advertisement

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Embed widget