શોધખોળ કરો
Advertisement
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.51 કરોડને પાર, છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ નવા કેસ નોંધાયા
કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 8 લાખ 45 હજાર 955 લોકોનાં મોત થઈ ચૂકી છે. જ્યારે 1 કરોડ 75 લાખ લોકો સ્વસ્થ થયા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં ફેલાયેલી વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. ઘણા દેશોમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 2 લાખ 55 હજાર 763 નવા કેસ સામે આવ્યા છે અને 5 હજાર 278 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 51 લાખ 55 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 45 હજાર 955 લોકોનાં મોત થઈ ચૂકી છે. જ્યારે 1 કરોડ 75 લાખ લોકો સ્વસ્થ થયા છે. દુનિયામાં 68 લાખ 9 હજાર એક્ટિવ કેસ છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ
વર્લ્ડોમીટર મુજબ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 61 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 42 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 34 હજાર કેસ નોંધાયા છે. હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.
- અમેરિકા: કેસ- 6,138,748, મોત- 186,855
- બ્રાઝીલ: કેસ- 3,846,965, મોત- 120,498
- ભારત: કેસ- 3,539,712, મોત- 63,657
- રશિયા: કેસ- 985,346, મોત- 17,025
- પેરૂ: કેસ- 639,435, મોત- 28,607
- પેરૂ: કેસ- 639,435, મોત- 28,607
- કોલંબિયા: કેસ - 599,914, મોત- 19,064
- મેક્સિકો: કેસ- 585,738, મોત- 63,146
- સ્પેન: કેસ- 455,621, મોત- 29,011
- ચિલી: કેસ- 408,009, મોત- 11,181
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement