શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Updates: દુનિયાભરમાં 2.64 કરોડ લોકો થયા સંક્રમિત, અત્યાર સુધી 8 લાખ 72 હજારથી વધુનાં મોત
છેલ્લા 24 કલાકમાં 2 લાખ 86 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 5 હજાર 870 લોકોના મોત થયા છે.
Coronavirus: કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. દુનિયાભરમાં પોણા ત્રણ કરોડની આસપાસ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 86 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 5 હજાર 870 લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 64 લાખ 56 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 8 લાખ 72 હજાર 492 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 1 કરોડ 86 લાખ લોકો સ્વસ્થ થયા છે. સમગ્ર દુનિયામાં 69 લાખ 38 હજાર એક્ટિવ કેસ છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ
વર્લ્ડોમીટર અનુસાર, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 63 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 44 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 44 હજાર કેસ નોંધાયા છે. હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.
- અમેરિકા: કેસ- 6,334,845, મોત- 191,046
- બ્રાઝીલ: કેસ- 4,046,150, મોત- 124,729
- ભારત: કેસ- 3,933,124, મોત- 68,569
- રશિયા: કેસ- 1,009,995, મોત- 17,528
- પેરૂ: કેસ- 670,145, મોત-29,405
- કોલંબિયા: કેસ - 641,574, મોત- 20,618
- સાઉથ આફ્રિકા: કેસ- 633,015, મોત- 14,563
- મેક્સિકો: કેસ- 610,957, મોત- 65,816
- સ્પેન: કેસ- 488,513, મોત- 29,234
- અર્જેટીન: કેસ - 451,198, મોત- 9,361
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion