શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ WHOનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક દેશો મહામારીના ડેન્જર ટ્રેક પર
ડબલ્યુએચઓના ડાયરેકટરે કહ્યું, ભવિષ્યમાં થનારા બિનજરૂરી મોતને રોકી શકાય તે માટે માટે અમે નેતાઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરીએ છીએ.
જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે દુનિયા હવે કોવિડ-19 મહામારીમાં એક નાજુક મોડ પર છે અને કેટલાક દેશો ખતરનાક માર્ગે છે. ત્યાં સ્વાસ્થ્ય સેવાઓ ખોરંભે પડી શકે છે. ડબલ્યુએચઓના ડાયરેકટર ટેડ્રોસ અદનોમે એક પત્રકાર પરિષદમાં કહ્યું, આગામી થોડા મહિના ખૂબ ટફ થવાના છે અને કેટલાક દેશો ખતરનાક ટ્રેક પર છે.
તેમણે કહ્યું, ભવિષ્યમાં થનારા બિનજરૂરી મોતને રોકી શકાય તે માટે માટે અમે નેતાઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરીએ છીએ. સ્કૂલો ફરીથી બંધ ન કરવી પડે અને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓને પડી ભાંગતી બચાવી શકાય તે માટે અમે જે તે રાષ્ટ્રના વડાને વિનંતી કરીએ છીએ.
ટેડ્રોસે જણાવ્યું, ઘણા દેશોમાં હાલ સંક્રમણમાં તેજી જોવા મળી રહી છે. હવે હોસ્પિટલો અને આઈસીયુ ફૂલ થઈ રહ્યા છે અથવા ક્ષમતાથી વધારે ભરાઈ રહ્યા છે. હાલ ઓક્ટોબર મહિનો પૂરો થવા આવ્યો છે અને ઠંડીમાં આ સંક્રમણ વધવાની શક્યતા છે.
દેશોએ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા પગલાં લેવા જોઈએ. ટેસ્ટિંગ વધારીને, સંક્રમિતોના કોન્ટેક્ટ ટ્રેસ કરીને અને વાયરસ સ્પ્રેડના રિસ્કવાળા લોકોને આઇસોલેટ કરીને દેશ લોકડાઉનથી દેશ બચી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement